સરહદ પારથી આવેલી એ સ્વાસ્થ્યપ્રદ 'કોકી' જેની પરંપરા સિંધથી ભારત પહોંચી

સરહદ પારથી આવેલી એ સ્વાસ્થ્યપ્રદ 'કોકી' જેની પરંપરા સિંધથી ભારત પહોંચી
પ્રકાશિત

સિંધી ડિશ કોકી સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્યપ્રદ પણ છે.

સિંધી સમુદાયમાં સિંધી રોટી તરીકે ઓળખાતી આ વાનગી બનાવવાની રીત સાવ સરળ છે પણ બસ તેને ચડાવવાની પ્રક્રિયા થોડી અનોખી છે.

પરોઠાં કે ઢેબરાં બનાવીએ તેમ જ તે બનાવવાનું હોય છે પણ કોકીની ખાસિયત એ છે કે પહેલાં તેને એક જાડાં પરોઠાંની જેમ વણી અધકચરું શેકી લેવાનું. પછી તેને લોઢી પરથી ઉતારી ફરી ઢેબરાં કે પરોઠાં જેવું પાતળું વણવાનું અને ફરી એકવાર લોઢી પર શેકાવા દેવાનું.

આ પછી તેના પર એક ચમચી ઘી લગાવાય છે. તેને દહીં અને મરચાંના અથાણાં કે અન્ય અથાણાં કે કચુંબર સાથે પીરસાય છે.

તે કેવી રીતે તૈયાર થાય છે તેની માહિતી મેળવી હતી બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યએ.

કોકી બનાવવાની વિધિ તમે આ વીડિયો અહેવાલમાં જોઈ શકો છો.

આ પણ વાંચવું ગમશે -