એ ખેતમજૂરોની વાત જેમણે રોજ પૈસા ખર્ચીને 'મિનરલ વૉટર' ખરીદવું પડે છે

વીડિયો કૅપ્શન,
એ ખેતમજૂરોની વાત જેમણે રોજ પૈસા ખર્ચીને 'મિનરલ વૉટર' ખરીદવું પડે છે
પ્રકાશિત

આ વિસ્તારના લોકોને દર અઠવાડિયે માત્ર 200 લિટર પાણી જ મળે છે. બાકીનું પાણી મેળવવા માટે તેમને દોઢ-બે કિલોમીટર દૂર જવું પડે છે અથવા તો તેમને બોરવેલનું પાણી વાપરવું પડે છે.

પરંતુ બોરવેલનું પાણી પીવાથી તેમના બાળકો બીમાર થઈ જાય છે. આથી, તેમણે બાળકો માટે પૈસા ખર્ચીને મિનરલ વૉટર ખરીદવું પડે છે.

મીરા ચેકે મહારાષ્ટ્રના અહમદનગરનાં રહેવાસી છે. તેમને ડૉક્ટરે સલાહ આપી છે કે તેમનાં બાળકને મિનરલ વૉટર જ આપવું.

પણ તેઓ કહે છે કે તેમની પાસે પીવાનું પાણી મેળવવાનો બીજો કોઈ રસ્તો નથી. તેમની પાસે જમીન પણ છે પણ પાણી ન મળવાને કારણે તેઓ ખેતી પણ કરી શકતાં નથી.

પાણીના એક ટૅન્કર દીઠ તેમને ચૌદસો રૂપિયા ચૂકવવા પડે છે.

શું છે તેમની તકલીફો? વધુ જુઓ આ વીડિયોમાં...

ખેતમજૂરો મિનરલ વૉટર ખરીદવા મજબૂર છે
મહારાષ્ટ્ર, પાણી, ખેતમજૂરો, બીબીસી ગુજરાતી