અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તાને પડકાર ફેંકી રહેલાં બુરખો પહેરીને ગાતાં ‘સિંગિંગ સિસ્ટર્સ’ની કહાણી
ઑગસ્ટ, 2021માં જ્યારે દુનિયા અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં પાછા ફરવાનાં દૃશ્યો જોઈ રહી હતી, ત્યારે કાબુલમાં રહેતી બે બહેનોની માફક દેશની લાખો મહિલાઓ એવું અનુભવતી હતી કે નવું શાસન તેમના પરની પકડને મજબૂત કરશે.
તેમણે નક્કી કર્યું હતું કે તેઓ પાછળ ઊભા રહીને તમાશો નહીં જોવે. તેમણે પ્રતિકાર માટે તેમના અવાજનો ગુપ્ત રીતે ઉપયોગ શરૂ કર્યો.
પોતાની જાતને જોખમમાં મૂકીને તેમણે સોશિયલ મીડિયા પર ગીતો ગાવાનું એક આંદોલન શરૂ કર્યું, જે 'લાસ્ટ ટૉર્ચ' તરીકે ઓળખાય છે.
બે બહેનોમાંથી એકે તેમના રેકોર્ડેડ વીડિયોમાં કહ્યું હતું, “અમે ગાવાનું શરૂ કરી રહ્યા છીએ, પરંતુ તેને કારણે અમારો જીવ જઈ શકે છે.”
એ વીડિયો ઑગસ્ટ-2021માં તાલિબાને સત્તા કબજે કરી તેના થોડા દિવસોમાં રિલીઝ કરવામાં આવ્યો હતો અને ફેસબૂક તથા વૉટ્સઍપ પર ઝડપભેર વાઇરલ થયો હતો.
આ બહેનો ટૂંક સમયમાં સંગીતની દુનિયામાં એક ઘટનાની જેમ છવાઈ ગઈ. તેમણે સંગીતની પદ્ધતિસરની કોઈ તાલીમ લીધી નથી અને તેઓ તેમની ઓળખ છુપાવવા બુરખા પહેરે છે.
જુઓ આ બહેનોના સંગીતમય પ્રતિરોધની કહાણી આ વીડિયોમાં...




