સુરતની આ શેરીને ‘મહોબતનો મહોલ્લો’ કેમ કહેવાય છે?

વીડિયો કૅપ્શન, વેલેન્ટાઇન્સ ડે : સુરતની આ શેરીને ‘મહોબતનો મહોલ્લો’ કેમ કહેવાય છે?
સુરતની આ શેરીને ‘મહોબતનો મહોલ્લો’ કેમ કહેવાય છે?
પ્રકાશિત

સુરતની આ સાંકળી શેરીનું નામ છે કાછિયા શેરી, જ્યાં કાછિયા કણબી સમાજના લોકો વર્ષો પહેલાં આવીને વસ્યા હતા.

પેઢી દર પેઢીથી આ શેરીમાં વસતા લોકોનાં મકાનો તો જૂનાં થઈ ગયાં પણ તેમની વર્ષો જૂની લગ્નની પરંપરા હજી પણ યથાવત્ છે.

અહીં પડોશમાં જ સાસરું શોધી લેવાનો જાણે રિવાજ હોય તેમ 70 જેટલા એવા પરિવારો છે કે જેમનું સાસરું અને પિયર આજ શેરીમાં આવેલું છે.

એટલું જ નહીં આ 70 પરિવારોમાં થયેલાં લગ્ન પૈકી 90% તો પ્રેમલગ્ન છે અને નવાઈની વાત એ છે કે આ દરેક લગ્ન માતાપિતાની સંમતિ સાથે થાય છે.

છ પેઢીથી ચાલતી આવતી આ લગ્નની પરંપરા આગળની પેઢી પણ અનુસરી રહી છે.

એટલે આ શેરીને મહોબત કા મોહલ્લા પણ કહેવાય છે.

સુરત
બીબીસી
બીબીસી