કાશ્મીરના એક નાનકડા ગામમાં પહેલી મહિલા તબીબ બનશે આ યુવતી
કાશ્મીરના એક નાનકડા ગામમાં પહેલી મહિલા તબીબ બનશે આ યુવતી
પ્રકાશિત
'આ રસ્તો ખૂબ કઠિન હતો. હું ઘણીવાર રડતી હતી. નકારાત્મક વિચારો મને ઘેરી લેતાં હતાં. પણ મેં નક્કી કર્યું હતું કે મારે ડૉક્ટર બનવું છે. કારણ કે મારા ગામમાં કોઈ ડૉક્ટર નથી.'
આ કહાણી કાશ્મીરના બારામુલાનાં એક નાનકડા ગામની દીકરી રૂમાઇસાની છે.
રૂમાઇસા તેમના ગામનાં પહેલા મહિલા તબીબ બનવાં જઈ રહ્યાં છે.
તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને મજૂરી પર ગુજરાન ચાલે છે.
તેમની સફળતાથી સમગ્ર ગામમાં ખુશીની લહેર દોડી ગઈ છે.






