એ અંધ મહિલા જેમણે વિકલાંગો માટે કૉલેજ ખોલીને તેમનું જીવન બદલી નાખ્યું

એ અંધ મહિલા જેમણે વિકલાંગો માટે કૉલેજ ખોલીને તેમનું જીવન બદલી નાખ્યું
પ્રકાશિત

જાઈ ખામકર પુણેના શિરુર ગામનાં વતની છે. જોમભર્યું જીવન જીવતાં જાઈ બધાં માટે એક ઉદાહરણરૂપ છે.

વર્ષ 1997માં એક બીમારીને કારણે તેમની દૃષ્ટિ ગુમાવવાની નોબત આવી હતી.

પરંતુ ત્યારબાદ તેઓ હિંમત ન હાર્યા અને નવેસરથી જીવન શરુ કર્યું. તેમના પરિવારે પણ તેમનો સાથ છોડી દીધો હતા.

તેઓ કહે છે, "સમાજ કઈ રીતે વિકલાંગો સામે જુએ છે તેનો વરવો ચહેરો મારી સામે આવ્યો હતો."

લાગણીસભર બની ગયેલાં જાઈએ એક નવો જ રસ્તો પસંદ કર્યો અને અનેક વિકલાંગોનું જીવન બદલવાનો નિર્ધાર કર્યો. કઈ રીતે તેમણે આ કામ કર્યું? કેવી અડચણો આવી?

વધુ જુઓ આ વીડિયોમાં...