ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ગાઝામાં ગુંજી જીવનની કિલકારી : વીડિયો રિપોર્ટ

ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ગાઝામાં ગુંજી જીવનની કિલકારી : વીડિયો રિપોર્ટ
પ્રકાશિત

ગત 7 ઑક્ટોબરે હમાસના ઉગ્રવાદીઓએ ઇઝરાયલના દક્ષિણે આવેલી વસાહતો પર હુમલા કરી ઘણા લોકોનાં મૃત્યુ નિપજાવ્યાં હતાં.

જેની પ્રતિક્રિયા સ્વરૂપે ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં હમાસનાં ઠેકાણાં પર ભારે બૉમ્બવર્ષા કરી હતી.

બંને પક્ષો વચ્ચેનો સંઘર્ષ વધુ ને વધુ તીવ્ર બનતો જઈ રહ્યો છે.

ઇઝરાયલના બૉમ્બમારામાં ઘણા સામાન્ય લોકોનાં મૃત્યુ થયાંના આરોપ કરાઈ રહ્યા છે.

મૃત્યુના આ સમાચારો વચ્ચે ગાઝામાં જીવનની કિલકારીઓ પણ ગુંજી રહી છે.

આવી જ એક ઘટનામાં મહિલાએ ચારેકોર વેરાયેલા વિનાશ વચ્ચે બાળકને જન્મ આપ્યો હતો.

ગાઝાનાં પત્રકાર જુમાન ઇમાદ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં હતાં, ત્યારે પોતાના બીજા બાળકીને શાંતિના માહોલમાં જન્મ આપવાની તેમની આશા પડી ભાંગી હતી.

અંતે તેમણે થોડી વસ્તુઓ લઈને સતત હુમલા વચ્ચે પોતાના પરિવાર સાથે સેન્ટ્રલ ગાઝા તરફ નાસી છૂટવું પડ્યું. જ્યાં તેમણે એક બાળકીને જન્મ આપ્યો.

જુઓ, વિનાશ વચ્ચે પ્રસૂતાના સંઘર્ષની આ કહાણી.