યુક્રેનના રાષ્ટ્રપતિની અમેરિકા મુલાકાત, બાઇડનની યુક્રેનને વધુ મદદની જાહેરાત
યુક્રેનના રાષ્ટ્રપતિની અમેરિકા મુલાકાત, બાઇડનની યુક્રેનને વધુ મદદની જાહેરાત
પ્રકાશિત
યુક્રેન-રશિયા યુદ્ધને 300 દિવસથી વધુ સમય થઈ ગયો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકા જઈ રાષ્ટ્રપતિ જો બાઇડનની મુલાકાત લીધી છે.
તેની રશિયામાં પણ પ્રતિક્રિયા જોવા મળી.
જો બાઇડને ઝેલેન્સ્કી સાથેની મુલાકાતમાં કહ્યું કે અમેરિકા રશિયા સાથેના જંગમાં યુક્રેન સાથે ઊભું રહેશે.
બાઇડને આ સમયે યુક્રેનને 1.7 અબજ ડૉલરના નવા રાહત પૅકેજની જાહેરાત કરી છે. તેમજ વધુ 45 અબજ ડૉલર આપવાનો વાયદો કર્યો છે.
ઝેલેન્સ્કીએ અમેરિકા તરફથી મળતી મદદ માટે બાઇડનનો આભાર પણ માન્યો હતો.
આ મુદ્દા પર જ જોઈએ આજની કવરસ્ટોરી…





