ગુજરાતમાં કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કેટલા દિવસ પડશે ધોધમાર વરસાદ?

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સાર્વત્રિક સારો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્રણ દિવસમાં રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ પડશે.

આ દરમિયાન હજુ કેટલાક વિસ્તારોમાં ખાસ વરસાદી માહોલ જામ્યો નથી. જોકે, પહેલી જુલાઈ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ જામી જશે એવું હવામાન વિભાગનું માનવું છે.

બીબીસી ગુજરાતી

ક્યાં પડશે સૌથી વધુ વરસાદ?

ગુજરાતમાં ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે છે.

સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી જિલ્લાના તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.

દાહોદ, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ સારો વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, ખેડા, આણંદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

બીબીસી ગુજરાતી

સૌરાષ્ટ્રની શું રહેશે સ્થિતિ?

ગુજરાતમાં ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, બોટાદના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તો પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર પણ સારો વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે. અહીંના મોટા ભાગના વિસ્તારોમાં પ્રમાણમાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતી

ઉત્તર ગુજરાતમાં કેવો પડશે વરસાદ?

ગુજરાતમાં ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર જિલ્લાઓમાં પણ મંગળવારથી વરસાદની શરૂઆત થઈ જશે. ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં મંગળવારે હળવો વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં મંગળવારે ભારે વરસાદની આગાહી નથી. અહીં આવનારા દિવસોમાં હળવો વરસાદ પડી શકે છે.

બીબીસી ગુજરાતી

કચ્છ ક્યાં સુધી રહેશે ‘કોરો’? 

ગુજરાતમાં ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

કચ્છમાં હજુ પણ સાર્વત્રિક વરસાદ નથી પડ્યો. આવનારા થોડા દિવસોમાં પણ કચ્છમાં ભારે વરસાદની આગાહી નથી. અહીં છુટોછવાયો વરસાદ પડી શકે છે પણ ભારે વરસાદ માટે કચ્છના લોકે હજી થોડી રાહ જોવી પડશે.

બીબીસી ગુજરાતી

વરસાદી સિસ્ટમની શું સ્થિતિ છે? 

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, mausam.imd.gov.in

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ભારતના ભૂભાગો પર આવી રહી છે. ઓડિશાની આસપાસનો હાલ લો-પ્રેશર વિસ્તાર છે. આવનારા બે દિવસમાં તે આગળ વધશે અને મધ્યપ્રદેશ પર આવશે. જોકે, આ સિસ્ટમ મધ્યપ્રદેશથી ગુજરાત પર આવે તેવી હાલ સ્થિતિ નથી.

આ સિસ્ટમ મધ્યપ્રદેશના ઉત્તરના આગળ વધે તેવી શક્યતા છે. એટલે કે આ દબાણના કારણે મધ્યપ્રદેશથી રાજસ્થાન અને દિલ્હી તરફ વરસાદ પડી શકે છે. જોકે, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તેની અસર ચોક્કસ વર્તાઈ શકે છે.

ગુજરાતથી લઈને કેરળ સુધી એક ટ્રફ રેખા બનેલી છે. જેના કારણે ગુજરાતને સારો વરસાદ મળી રહ્યો છે. મુખ્ય ટ્રફ રેખા રાજસ્થાનથી બંગાળ સુધીની છે. આ જ ટ્રફ રેખાના કારણે મંગળવારે ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.

બીબીસી ગુજરાતી

ચોમાસું ક્યાં પહોંચ્યું?

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, mausam.imd.gov.in

ચોમાસું પોરબંદરથી લઈ અરવલ્લી અને અમદાવાદ તરફ આગળ વધી રહ્યુ છે. હજી પણ ભારતમાં પંજાબનો કેટલોક વિસ્તાર, હરિયાણાનો કેટલોક ભાગ તેમજ પશ્ચિમ રાજસ્થાનમાં હજુ પણ વરસાદ નથી પડ્યો. ગુજરાતમાં કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદ નથી પડ્યો.

સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટના કેટલાક વિસ્તારો, સુરેન્દ્રનગરના પણ કેટલાક વિસ્તારોમાં હજી પણ યોગ્ય પ્રમાણમાં વરસાદ નથી પડ્યો. હાલ એવી સ્થિતિ સર્જાઈ છે કે આવનારા કેટલાક દિવસોમાં સંપૂર્ણ રાજ્યમાં ચોમાસું આગળ વધશે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી