You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુશાંતસિંહ રાજપૂત મામલામાં સીબીઆઈના ક્લોઝર રિપોર્ટમાં શું છે?
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં સીબીઆઇએ બે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યા છે. આ અહેવાલોમાં અભિનેતાના મોત મામલે કોઈ પણ પ્રકારનું કાવતરું હોવાની વાતનો ઇનકાર કરાયો છે.
નોંધનીય છે કે 14 જૂન, 2020ના રોજ સુશાંતસિંહ રાજપૂત મુંબઈના બાન્દ્રાસ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા, જે બાદ તેમનાં મિત્ર રિયા ચક્રવર્તી વિરુદ્ધ સોશિયલ મીડિયાના એક જૂથે નફરતભરી નિવેદનબાજી કરી હતી.
રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ ક્લોઝર રિપોર્ટની પ્રશંસા કરી છે અને સીબીઆઇનો 'તમામ ઍંગલોથી મામલાની ગહન તપાસ કરવા' બદલ આભાર માન્યો હતો.
પ્રથમ ક્લોઝર રિપોર્ટ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરાઈ હોવા બાબતે તેમના પિતાની ફરિયાદના આધારે, જ્યારે બીજો રિપોર્ટ અભિનેત્રી રિયા ચક્રવર્તીની સુશાંતનાં બહેન વિરુદ્ધ દાખલ કરાયેલ ફરિયાદના આધારે રજૂ કરાયો છે.
સમાચાર એજન્સી પ્રમાણે સીબીઆઇ અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઈએ સુશાંતના પિતાની ફરિયાદવાળા મામલામાં પટણાની ખાસ અદાલત સામે આ ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો છે, જ્યારે બીજા મામલામાં મુંબઈની વિશેષ અદાલતમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરાયો છે.
શું છે આ અહેવાલોમાં? જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન