અજમેર શરીફ દરગાહ પહોંચેલા હિન્દુ-મુસ્લિમ સમુદાયના લોકો શું બોલ્યા?

અજમેર શરીફ દરગાહ પહોંચેલા હિન્દુ-મુસ્લિમ સમુદાયના લોકો શું બોલ્યા?
પ્રકાશિત

ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ (પુણ્યતિથિ)નું આયોજન 8 જાન્યુઆરી, 2024થી શરૂ થવા જઈ રહ્યું છે. દર 15 દિવસે આ તહેવારમાં લાખોની સંખ્યામાં લોકો અજમેર શરીફ દરગાહ પહોંચે છે.

હાલમાં આખું શહેર આ ઉર્સની તૈયારીમાં લાગેલું છે, પરંતુ આ તહેવારના થોડા સમય પહેલાં દરગાહની નીચે મંદિર હોવાના એક દાવાને કારણે વિવાદ થઈ ગયો છે.

અજમેરની એક સ્થાનિક કોર્ટે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાની એક અરજીનો સ્વીકાર કરી લીધો છે જેમાં તેમણે દરગાહની નીચે મંદિર હોવાનો દાવો કર્યો છે.

આ મામલાની હવે પછીની સુનાવણી 20 ડિસેમ્બરે છે.

કેટલાક દિવસ પહેલાં જ 24 નવેમ્બરે ઉત્તર પ્રદેશના સંભલની શાહી જામા મસ્જિદમાં સર્વેને લઈને થયેલા તણાવ અને હિંસાના માહોલની અસર અહીં પણ સ્પષ્ટ જોવા મળે છે.

ત્યાં પહોંચેલા હિન્દુ શ્રદ્ધાળુઓએ શું કહ્યું?

વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.