You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? વરસાદની કોઈ શક્યતા છે?
નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન ઠંડી શરૂ થઈ જતી હોય છે. છતાં આ વર્ષે હજુ પણ સ્વૅટર-જૅકેટ કાઢવા પડે એટલી ઠંડી પડી નથી રહી.
ગુજરાતની ઠંડીને અસર કરતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ કાશ્મીરમાં પહોંચી ગયું છે. જે આગામી દિવસો દરમિયાન ઉત્તર ભારત ઉપર અસર દેખાડવા લાગ્યા
ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. તો દક્ષિણમાં કેરળ, કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ કે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ગુજરાતમાં ઠંડી ક્યારે વધશે તથા નવેમ્બર મહિનાના બાકીના દિવસો દરમિયાન વરસાદ પડવાની કોઈ શક્યતા છે કે કેમ, તેના વિશે આ વીડિયોમાં જાણો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન