You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્ર : કોલ્હાપુરી ચંપલ બનાવતા કારીગરોની સ્થિતિ કેવી છે અને ચંપલનો ઇતિહાસ શું છે?
કોલ્હાપુરી ચંપલની ધૂમ હવે ઇટાલિયન બ્રાન્ડ પ્રાડાના બજારમાં પણ છે. મિલાનમાં થયેલા એક ફૅશન શો દરમિયાન પ્રાડાએ કોલ્હાપુરી ચંપલની ડિઝાઇન્સવાળા સૅન્ડલ્સ બતાવ્યાં.
હવે લોકોએ તેના પર વાંધો ઉઠાવ્યો કે ત્યાં કોલ્હાપુર કે ભારતનો કોઈ ઉલ્લેખ જ નહોતો. આ વિવાદ પછી પ્રાડાએ માન્યું કે તેમણે આ ડિઝાઇનનાં મૂળ ભારતમાં છે.
પશ્ચિમ ભારતમાં આવેલું કોલ્હાપુર શહેરમાં પેઢીઓથી આ ચંપલ બનાવે છે, પણ આ ચંપલ જે બનાવે છે એ કારીગર વર્ગ ખુશ નથી.
આજે પશ્ચિમી મહારાષ્ટ્ર અને ઉત્તર કર્ણાટક કોલ્હાપુરી ચંપલનો કારોબાર કરોડો રૂપિયાનો છે, પણ તેને બનાવનારા કારીગરોને જોઈએ તેવી ઓળખ અને સરાહના મળી નથી. કારીગર વર્ગની ફરિયાદ છે કે એમને એમની મહેનતનું ફળ નથી મળતું.
કોલ્હાપુરી ચંપલનો રૉયલ ઇતિહાસ કેવો છે? આ ચંપલ બનાવનારાઓની વર્તમાન સ્થિતિ શું છે? જુઓ આ વીડિયો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન