ભારતના પ્રથમ વિકલાંગ ફૉર્મ્યૂલા વન રેસર ચેતન કોરાડાની કહાણી

ભારતના પ્રથમ વિકલાંગ ફૉર્મ્યૂલા વન રેસર ચેતન કોરાડાની કહાણી
પ્રકાશિત

ચેતન પ્રોસ્થેટિક લેગ ધરાવતા ભારતના પહેલા મોટરસ્પૉર્ટ ખેલાડી છે. તેઓ મૉડીફાઇડ ના હોય તેવી કારમાં રેસ કરે છે.

છેલ્લાં 18 વર્ષમાં તેમણે ઘણી ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો છે, જેમાં તેઓ જીત્યા છે.

2007માં ચેતને રેસિંગ શરૂ કર્યું હતું અને તેમાં અનેક પડકારો પણ હતા.

તેઓ કહે છે કે ઘણાને શંકા હતી કે ચેતન ટ્રૅક પર કાર ડ્રાઇવ કરી શકશે? તેમના મનમાં મારા બાબતે ઘણી આશંકા હતી અને મને લાઇસન્સ આપતા પહેલાં બે વાર વિચારતા હતા.

ચેતનને જન્મથી બંને પગમાં બોનડિફૉર્મિટીની સમસ્યા હતી. ચેતનની જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે તેમના માતા પદ્માએ ચેતનના બંને પર કપાવી પ્રોસ્થેટિક લેગ લગાવવાનો નિર્ણય કર્યો.

ફૉર્મ્યૂલા વન સહિત 18 વર્ષ સુધી રેસિંગ કર્યા પછી હવે તેઓ જીટી રેસિંગ ટ્રાય કરવાના છે.

જુઓ વીડિયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.