You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે, ક્યાં છે ભારે વરસાદની આગાહી?
આ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું બેસી ગયું છે અને શરૂઆતમાં ખૂબ ઝડપથી આગળ વધ્યું હતું. જે બાદ તે નબળું પડી ગયું છે અને હાલ તે આગળ વધતું અટકી ગયું છે.
ઉત્તર ભારતમાં વરસાદની શક્યતા ઓછી છે જ્યારે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં છૂટોછવાયોથી હળવો વરસાદ પડી શકે છે.
પૂર્વની વાત કરીએે તો અહીં હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે. કોઈ જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતા નથી.
ગુજરાતની વાત કરીએ તો આવનારા બે-ત્રણ દિવસની અંદર વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા જણાઈ રહી છે. જોકે અહીં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા જણાતી નથી.
ગુજરાતમાં જિલ્લા પ્રમાણે વરસાદની વાત કરીએ તો અમરેલી અને ભાવનગરમાં કોઈ કોઈ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે.
આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના અન્ય ભાગો વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદામાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે.
ઉત્તર ગુજરાતના ભાગો તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરને બાદ કરતાં બાકીના જિલ્લાઓમાં વરસાદની શક્યતા ઓછી છે.
હાલ, ચોમાસુ નબળુ પડી ગયું છે. આગામી બે-ચાર દિવસોમાં ચોમાસુ અહીં પહોંચી શકે એવી કોઈ શક્યતા જણાતી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન