ગુજરાતમાં ઠંડીનો સમયગાળો લંબાશે, શું છે હવામાન વિભાગની આગાહી?

ગુજરાતમાં ઠંડીનો સમયગાળો લંબાશે, શું છે હવામાન વિભાગની આગાહી?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં હાલમાં એક સિસ્ટમ રચાઈ છે જે વધુ મજબૂત બની છે અને વાવાઝોડાથી એક લેવલ નીચે છે.

તેની અસર મહારાષ્ટ્ર સુધી વરસાદ પડવાની શક્યતા છે. પરંતુ ગુજરાતમાં તેની કેવી અસર પડશે, ગુજરાતમાં હજુ કેટલા દિવસ સુધી કડકડતી ઠંડી પડશે અને ગુજરાતના વાતાવરણમાં ક્યારે ફેરફાર થવાનો છે તેની વાત કરીએ.

હાલમાં શ્રીલંકા, કર્ણાટકથી લઈને મહારાષ્ટ્ર સુધી ડીપ ડિપ્રેશનની સિસ્ટમ રચાઈ છે.

ઠંડીના દિવસ હજુ કેટલા સમય સુધી ચાલશે અને ક્યારે ફરીથી તાપમાનમાં વધારો થઈ શકે છે તે આ વીડિયોમાં જાણો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન