સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ હવે ગુજરાતના આ જિલ્લાઓમાં એક અઠવાડિયામાં પડશે ભારે વરસાદ

ગુજરાતમાં ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને હજી પણ રાજ્યમાં વરસાદ ધીમો પડે એવી કોઈ શક્યતા દેખાતી નથી.

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે પરંતુ હવે રાજ્યમાં વરસાદનું ચિત્ર બદલાશે અને કેટલાક નવા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે.

કચ્છ પરની સિસ્ટમ આગળ વધીને દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન તથા અરબી સાગર પર સ્થિર થઈ હતી જેના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો.

હવે આ વરસાદી સિસ્ટમ આગળ વધીને અરબી સમુદ્ર ઉપર પહોંચી ગઈ છે અને ત્યાં જઈને હવે તે નબળી પડી ગઈ છે એટલે તેની અસર ગુજરાત પર થશે નહીં.

રાજસ્થાન પર એક નવી વરસાદી સિસ્ટમ બની છે ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઑફ શૉર ટ્રફ રેખા બનેલી છે તેની અસર રાજ્યના વિસ્તારોમાં પર થવાની શક્યતા છે.

છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગ સાર્વત્રિક વરસાદની આગાહી કરતો આવ્યો છે પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખૂબ ઓછો પડી રહ્યો છે. જોકે હવે આ સ્થિતિમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા  અહીં ક્લિક કરો...

ઇમેજ સ્રોત, BBC Gujarati Whatsapp

ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા  અહીં ક્લિક કરો...

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો...

સૌરાષ્ટ્રમાં વરસાદ ઘટીને ઉત્તર, મધ્ય ગુજરાતમાં વધશે?

ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?

ઇમેજ સ્રોત, IMD

હાલની સ્થિતિ પ્રમાણે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ તથા રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવે જ્યારે વરસાદી સિસ્ટમ આગળ વધી ગઈ છે ત્યારે કચ્છ જિલ્લામાં વરસાદનું પ્રમાણ થોડું ઘટવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં વરસાદનું થોડું પ્રમાણ ઘટે તેવી શક્યતા છે પરંતુ સાવ વરસાદ બંધ નહીં થાય અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી જિલ્લામાં પણ વરસાદ આગામી દિવસોમાં ચાલુ રહેશે પરંતુ તેનું પ્રમાણ કદાચ થોડું ઓછું થવાની શક્યતા છે, તેમ છતાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડવાની શક્યતા છે, વલસાડ, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આગામી પાંચથી સાત દિવસો સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત હવે મધ્ય ગુજરાત, પશ્ચિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, મહિસાગર, દાહોદ, ખેડા તથા આણંદ જિલ્લામાં પણ હવે વરસાદનું જોર અને પ્રમાણ વધવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં પણ હવે વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, પાટણ, મોરબી, અને મહેસાણામાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી પડશે ભારે વરસાદ?

ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી પડશે ભારે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં હાલ ચોમાસું ખૂબ જ સક્રિય છે અને તેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે અને ક્યાંક અત્યંત ભારે વરસાદ થઈ રહ્યો છે. હજી પણ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે એટલે કે વરસાદ બંધ થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 24થી 28 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે ઑરેન્જ ઍલર્ટ જારી કર્યું છે.

હાલ મધ્ય ભારત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવાની સાથે સાથે હવે ઉત્તર ભારતમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. આગામી દિવસોમાં ઉત્તર ભારતનાં રાજ્યોમાં પણ વરસાદ પડવાનો શરૂ થશે.

આ વર્ષે ચોમાસું શરૂ થયું ત્યારથી ઉત્તર ભારતના વિસ્તારો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે અને અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે.

ગુજરાતમાં 1 જૂનથી 23 જુલાઈ સુધી સરેરાશ વરસાદની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં સૌથી વધારે વરસાદ થયો છે, અહીં સરેરાશ કરતાં 236 ટકા વધારે વરસાદ થયો છે. જ્યારે પોરબંદરમાં સરેરાશ કરતાં 157 ટકા અને જૂનાગઢમાં સરેરાશ કરતાં 115 ટકા વધારે વરસાદ થયો છે.