એ ગુજરાતી મહિલાએ જેમણે ખારા પાણીની માછલીને મીઠા પાણીની બનાવી કેવી રીતે બિઝનેસ વિકસાવ્યો?
એ ગુજરાતી મહિલાએ જેમણે ખારા પાણીની માછલીને મીઠા પાણીની બનાવી કેવી રીતે બિઝનેસ વિકસાવ્યો?
પ્રકાશિત
ગુજરાતનાના અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે માઝુમ ડૅમમાં મત્સ્યપાલનનો વ્યવસાય વિકસી રહ્યો છે.
આ વ્યવસાયની ખાસ વાત એ છે કે તેની પાછળ મહેનત અને બુદ્ધિ લગાવી તેની સફળતામાં એક મહિલાએ ખાસ ફાળો આપ્યો છે.
આ મહિલા છે સરોજબહેન શેખાવત.
તેમનો પરિવાર વર્ષોથી મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલો છે.
તેમને પરિસ્થિતિનું અવલોકન કરતાં ખબર પડી કે માર્કેટમાં દરિયાની માછલી ખૂબ ઓછી જોવા મળે છે. આ તક ભાળી તેમણે આંતરિક જળસ્રોતોમાં એટલે કે મીઠા પાણીમાં દરિયાઈ માછલીનો ઉછેર કરવાની પહેલ કરી છે.
જે હાલ સફળ થતી પણ જણાઈ રહી છે. જુઓ, સફળતાની આ કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.






