કૅનેડા : ભારતીય વિદ્યાર્થીઓ કઈ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે?

કૅનેડા : ભારતીય વિદ્યાર્થીઓ કઈ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે?
પ્રકાશિત

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે કૅનેડાના નાગરિક હરજિતસિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોઈ શકે છે. આ આરોપથી ભારત અને કૅનેડા વચ્ચે તણાવ વધી ગયો છે.

જોકે કૅનેડાએ કરેલા બધા દાવાને ભારત સરકારે નકારી દીધા છે. ઉપરાંત નવી જાહેરાત સુધી કૅનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.

બ્રમ્પેટનસ્થિત મહેતાબ ગરેવાલના મિત્રનો પાસપૉર્ટ ખોવાઈ ગયો છે અને બંને દેશો વચ્ચે ચાલતા આ તણાવને લીધે તેઓ ચિંતામાં છે.

આ વીડિયોમાં જાણીએ કે કૅનેડામાં રહેતા વિદ્યાર્થીઓને કેવી કેવી મુશ્કેલીઓ પડી રહી છે.