પંજાબમાં બે યુવતીનાં સમલૈંગિક લગ્ન કેવી રીતે વિવાદમાં આવ્યાં?

પંજાબમાં બે યુવતીનાં સમલૈંગિક લગ્ન કેવી રીતે વિવાદમાં આવ્યાં?
પ્રકાશિત

ભારત સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યું છે, ત્યારે પંજાબમાં એક LGBTQ દંપતીએ તાજેતરમાં લગ્ન કરી લીધાં અને વિવાદ પણ થયો.

27 વર્ષીય ડિંપલ અને તેમની 21 વર્ષ ગર્લ્ડફ્રેંડ મનીષાએ સામાજિક બંધનો તોડીને લગ્ન કરી લીધાં. સામાન્ય રીતે આવાં સમલૈંગિક લગ્ન માટે પરિવાર વિરોધ કરતા હોય છે. પણ અહીં આ લગ્ન પરિવારની સહમતીથી કરવામાં આવ્યાં.

ડિંપલ મનસા જિલ્લાનાં છે અને મનીષા બઠિંડા જિલ્લાનાં છે.

ડિંપલ અને મનીષાનાં લગ્ન 18 સપ્ટેમ્બર 2023ના દિવસે બઠિંડાના એક ગુરુદ્વારામાં શીખ રીત રિવાજ મુજબ કરાયાં.

સામાજિક મર્યાદાઓ તોડીને બન્ને છોકરીઓએ આંતરધર્મ અને આંતરજાતિ લગ્ન કર્યાં.