ચંદ્રગ્રહણ : ક્યાંક અડધો તો ક્યાંક આખો ચંદ્ર કાળો થયો, કેવી રીતે થયું ચંદ્રગ્રહણ?

પ્રકાશિત

ભારતના કેટલાક ભાગમાં ચંદ્રગ્રહણ મંગળવારે બપોર 14.39 વાગ્યે શરૂ થયા બાદ પૂર્ણાવસ્થાની પ્રક્રિયા 15.46 વાગ્યે શરૂ થઈ.

ભારતમાં હવે આગામી ચંદ્રગ્રહણ 28 ઑક્ટોબર 2023ના રોજ યાજાશે, જે આંશિક ચંદ્રગ્રહણ હશે. જ્યારે આગામી પૂર્ણ ચંદ્રગ્રહણ ત્રણ વર્ષ બાદ 2025માં થશે.

આ ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, ઑસ્ટ્રેલિયા, એશિયા, ઉત્તર ઍટલાન્ટિક મહાસાગર તથા પ્રશાંત મહાસાગરના વિસ્તારોમાં પણ જોવા મળ્યું.

ત્યારે અહીં વિશ્વમાં અલગઅલગ વિસ્તારોમાં દેખાયેલા ચંદ્રગ્રહણની તસવીરો રજૂ કરાઈ રહી છે.

ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં બ્લ્ડમૂનનો કંઈક આવો નજારો જોવા મળ્યો હતો. હવે આગામી ચંદ્રગ્રહણ 14 માર્ચ 2025ના રોજ જોવા મળશે.

અમેરિકાના પાટનગર વૉશિંગ્ટનમાં જોવા મળેલું ચંદ્રગ્રહણ. દેશમાં મીડ ટર્મ ચૂંટણી યોજાઈ રહી છે અને એવામાં કૅપિટોલ ખાતે ચંદ્રગ્રહણે કંઈક આવો નજારો સર્જ્યો હતો.

મધ્ય અમેરિકાના દેશ સાન સાલ્વાડોરમાં ઈસુ ખ્રિસ્તની પ્રતિમા પાછળ બ્લડ મૂન કંઈક આવો દેખાયો હતો.

ચંદ્રગ્રહણ સાથોસાથ આજે બ્લ્ડમૂન પણ હતો. જ્યારે જાપાનમાં આ ખગોળીય ઘટના જોવા માટે મોટી સંખ્યામાં લોકો ટોકિયોમાં હાજર રહ્યા હતા.