બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

બીબીસી ગુજરાતી સમાચાર
પ્રકાશિત

ટેકનૉલૉજી ઉદ્યોગસાહસિક બ્રાયન જોનસન તેમની જૈવિક વય ઘટાડવાના એટલે કે તેમની વાસ્તવિક કાલક્રમિક વય 45 વર્ષ કરતાં તેમનું શરીર કેટલું વયવાન લાગે છે તેના પ્રયાસમાં દર વર્ષે લાખો ડૉલર ખર્ચી રહ્યા છે.

આમ કરવાનું આપણામાંના બધા માટે એક સારું કારણ છે.

કૅન્સર હોય કે ટાઇપ ટુ ડાયાબિટીસ, હૃદયરોગ હોય કે સ્મૃતિભ્રંશ- બધા પ્રકારના રોગમાં ઉંમર એ સૌથી મોટું જોખમી પરિબળ છે.

તેથી વય વધવાની પ્રક્રિયાને લંબાવી શકાય તો આવા રોગ શરૂઆતનું જોખમ પણ લંબાવી શકાય. જોકે, તેમના માટે આ રમત વાત છે.

બ્રાયન જોનસનના વૈભવી વેનિસ બીચ ઘરમાં એક બેડરૂમને ક્લિનિકમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. તેમાં તેઓ કલાકો પસાર કરે છે.

તેઓ સવારે પાંચ વાગ્યે ઊંઘમાંથી ઊઠી જાય છે. એક કલાક પછી દિવસનું પહેલું ભોજન કરે છે. એ પછી બીજું અને સવારે 11 વાગ્યે અંતિમ ભોજન કરે છે.

તેમાં વૈજ્ઞાનિક પરીક્ષણના આધારે પસંદ કરવામાં આવેલી 54 ગોળી, સપ્લિમેન્ટ્સ અને ઑફ-લેબલ દવાઓના મિશ્રણનો સમાવેશ થાય છે. એ બધું વિવિધ પ્રકારનાં પરીક્ષણોનાં તારણોના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.

તેઓ દિવસ દરમિયાન આકરી કસરત કરે છે. તેમની તબિયતનું મૉનિટરિંગ કરવામાં આવે છે અને તેમને સંખ્યાબંધ ટ્રીટમેન્ટ્સ પણ આપવામાં આવે છે.

તેમની સમગ્ર કહાણી વાંચવા માટે અહીં ક્લિક કરો..

ગ્રે લાઇન

તુવેર દાળના વધેલા ભાવ હજુ વધશે? દાળ મોંઘી થવાનાં કારણો શું છે?

બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતી થાળીમાં ખાટી-મીઠી દાળ, વઘારેલી ખીચડી અથવા દાળ ઢોકળીમાં મહત્ત્વનો ભાગ એવી તુવેર દાળના ભાવ આસમાને પહોંચેલા છે.

તુવેરની દાળ છૂટ બજારમાં 140થી 170 રૂપિયા કિલો દીઠ વેચાઈ રહી છે. હોલસેલ બજારમાં પણ તુવેર દાળના ભાવામં ગત વર્ષ કરતા વધારો થયો છે.

તુવેર દાળ ગુજરાતી થાળીમાં સામાન્ય રીતે વધુ વપરાતી સામગ્રી છે તેવામાં તેના ભાવમાં વધારો સીધો લોકો પર અસર કરે છે.

આ વર્ષે દેશમાં તુવેર દાળનું ઉત્પાદન 20થી 30 ટકા ઓછું થાય તેવી સંભાવના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

જુલાઈ 2022થી જુન 2023ની સીઝનમાં તુવેર દાળનું ઉત્પાદન આ વર્ષે ઓછું થયું છે.

ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન 42 લાખ ટન હતું જ્યારે આ વર્ષની સીઝનમાં 37 લાખ ટન થવાની વાત સરકારી સૂત્રો કરે છે.

સામાન્ય રીતે દાળ એ ગુજરાતી ભોજનમાં પ્રોટીનનો મોટો સ્રોત માનવામાં આવે છે.

તુવેર દાળના ભાવો વધવા અને તેનું ઉત્પાદન ઘટવાના કારણો શું છે કારણો? અને તેની આપણી ભોજનની થાળી પર કેવી પડશે અસર? વાંચવા માટે અહીં ક્લિક કરો.

ગ્રે લાઇન

'મોબાઇલ ફાટ્યો અને આઠ વર્ષની બાળકીનું મોત થયું', હાથમાં પકડેલા મોબાઇલમાં વિસ્ફોટ કેવી રીતે થાય છે?

બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

કેરળના ત્રિશૂલ જિલ્લામાં સોમવારે એક આઠ વર્ષની બાળકી મોબાઇલ ફોન પર કાર્ટૂન જોઈ રહી હતી, બરાબર એ જ વખતે મોબાઇલ ફાટ્યો હતો, જેમાં બાળકીનું મૃત્યુ થયું હતું.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર પોલીસના જણાવ્યા અનુસાર, લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરવાના કારણે બૅટરી વધુ ગરમ થઈ ગઈ હતી અને તેના કારણે વિસ્ફોટ થયો હોઈ શકે.

પોલીસે કહ્યું છે કે, મોબાઈલ ફોન હાથમાં ફાટવાથી બાળકીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે.

ચાર્જિંગમાં મૂકેલો મોબાઇલ ફોન અચાનક ફાટી જાય, અથવા મોબાઇલ પડ્યો હોય ગરમ થવા લાગે અને એમાં આગ લાગી જાય, આવી ઘટનાઓ વિશે વાંચ્યું હશે.

તો મોબાઇલ ફોનની બૅટરી કેવી રીતે ફાટે છે અને આવી ઘટનાને રોકવા માટે તમે શું કરી શકો? જાણવા માટે અહીં ક્લિક કરો.

બીબીસી ગુજરાતી સમાચાર

તણાવના કારણે વાળ સફેદ થવા લાગે?ઉંમર વધવાની સાથે વાળ ધોળા કેમ થઈ જાય છે?

બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકન વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેમણે ઉંમર વધવાની સાથે વાળ ધોળા થવા પાછળનું કારણ શોધી લીધું છે.

આ વૈજ્ઞાનિકોનો દાવો છે કે વાળને કાળા રાખનારી કોશિકાઓ જ્યારે પરિપક્વ થવાની ક્ષમતા ગુમાવે છે તો વાળ ધોળા થવાનું શરૂ થઈ જાય છે.

જો આ કોશિકાઓ પરિપક્વ હોય તો મેલનોસાઇટ્સમાં ફેરવાઈ જાય છે, જેના કારણે વાળનો પ્રાકૃતિક રંગ બન્યો રહે છે.

ન્યૂયૉર્ક યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે ઉંદરો પર શોધ કરી હતી. ઉંદરોમાં પણ મનુષ્યો જેવી જ કોશિકાઓ હોય છે.

શોધ કરનારા વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેનાથી ધોળા વાળને ફરીથી કાળા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં મદદ મળશે. સંશોધનને લગતી મહત્ત્વપૂર્ણ બાબતો જાણવા માટે અહીં ક્લિક કરો.

બીબીસી ગુજરાતી સમાચાર

મુંબઈ ઇન્ડિયન્સ સામે જીત બાદ હાર્દિક પંડ્યાની તુલના ધોની સાથે કેમ થઈ રહી છે?

બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

મુંબઈ ઇન્ડિયન્સ સામે જીત બાદ હાર્દિક પંડ્યાની તુલના ધોની સાથે કેમ થઈ રહી છે?

“હું હંમેશાં પરિસ્થિતિને જોઈને નિર્ણય લઈ રહ્યો છું. પહેલાંથી કોઈ યોજના બનાવીને નથી આવતો, કારણ કે આ ટી20 મજાની હોય છે. તમે નથી જાણતા કે શું થશે, તમને થાય કે હવે આને લઈ આવીએ પણ અમુક છગ્ગાઓ વાગવા લાગે તો થાય કે હવે આને લઈ આવીએ. કપ્તાનીની વાત કરું તો હું હંમેશાં મારા ઇન્સ્ટિંક્ટ અનુસાર નિર્ણય લઉં છું. જે અત્યાર સુધી તો સાચા ઠર્યા છે.”

મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચ જીત્યા બાદ ગુજરાત ટાઇટન્સના કપ્તાન હાર્દિક પંડ્યાએ પોતાની કપ્તાની વિશે આ વાત કહી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મંગળવારે આઈપીએલ 2023ની 35મી મૅચ રમાઈ હતી જેમાં ગત વર્ષની આઈપીએલ વિજેતા ગુજરાત ટાઇટન્સ અને સૌથી વધુ આઈપીએલ જીતનારી ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સામસામે હતી.

આ મૅચને ગુજરાત ટાઇટન્સે 55 રને જીતી લીધી હતી.

પરંતુ આ મૅચ પતી કે તરત જ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાની કપ્તાનીની સખત ચર્ચા થવા લાગી હતી. એની પાછળનું કારણ જાણવા માટે અહીં ક્લિક કરો.

રેડ લાઇન
રેડ લાઇન