જ્યારે BBCના પત્રકારને આંખો પર પટ્ટી બાંધી ટનલમાં લઈ જવાયા

જ્યારે BBCના પત્રકારને આંખો પર પટ્ટી બાંધી ટનલમાં લઈ જવાયા
પ્રકાશિત

ઇઝરાયલ અને હમાસ વચ્ચે હાલ સંઘર્ષ ચાલી રહ્યો છે અને તેમાં ગાઝાની ટનલની પણ ચર્ચા થઈ રહી છે.

ગાઝામાં એકદમ ઊંડાણમાં આવેલી 500 કિલોમીટર લાંબી ટનલ, જેને ખૂફિયા ટનલ માનવામાં આવે છે. તેનો અમુક હિસ્સો ઇસ્લામિસ્ટ ચરમપંથીઓ દ્વારા વાપરવામાં આવતો હતો.

ઇઝરાયલ કહે છે કે તેઓ આ ધરતીના નકશા પરથી હમાસનું નામોનિશાન મિટાવી દેશે. એવું કરવા માટે ઇઝરાયલને આ ટનલ્સ પણ નષ્ટ કરવી પડશે.

જુઓ આ વીડિયોમાં જ્યારે બીબીસીના પત્રકારને મોકો મળ્યો ટનલમાં જવાનો, તેમણે શું જોયું?