કૅન્સરગ્રસ્ત પત્નીને ડિપ્રેશનથી બચાવવા પતિએ અજમાવ્યો અનોખો ઉપાય

કૅન્સરગ્રસ્ત પત્નીને ડિપ્રેશનથી બચાવવા પતિએ અજમાવ્યો અનોખો ઉપાય
પ્રકાશિત

કૅન્સરનું નામ સાંભળતા જ ભલભલા લોકોના પગ નીચેથી જમીન સરકી જાય છે.

કેટલાક લોકો તેની સામે લડવાના બદલે હિંમત પણ હારી જતા હોય છે પરંતુ આ દંપતીની કહાણી તમામ લોકો માટે પ્રેરણાદાયક છે.

ચોથા સ્ટેજનું કૅન્સર ધરાવતી પત્નીનો જુસ્સો યથાવત્ રહે અને તેઓ ડિપ્રેશનમાં ન સરી પડે તે માટે ફૂડ ડિલિવરીનું કામ કરનાર પતિ તેમને સાથે લઈ જાય છે.

રાજકોટમાં એક નાનકડા રૂમમાં રહેતા દંપતીની મદદ માટે ઘણા લોકો આવ્યા હતા, પણ સાયબર ફ્રૉડના કારણે જે બૅન્ક ઍકાઉન્ટમાં પૈસા હતાં, તે જ ખાલી થઈ ગયું હતું.

તેમ છતાં હિંમત હાર્યા વગર કેવી રીતે મહેનત કરે છે આ દંપતી, જુઓ વીડિયો...