You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરકાશી : એકવાર રેસ્ક્યૂ ટીમ ટનલની અંદર પહોંચશે પછી આગળ શું થશે?
ઉત્તરકાશીના સિલક્યારા ગામમાં એક સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવાની કામગીરી હવે મહત્ત્વપૂર્ણ તબક્કામાં પહોંચી છે.
આ સમયે બીબીસીએ સ્થિતિની જાણકારી મેળવી હતી.
સરકારે આપેલી જાણકારી મુજબ મજૂરોને એક મોટી પાઈપલાઈન બિછાવીને તેના થકી બહાર કાઢવામાં આવશે.
એનડીઆરએફના ડીજી અતુલ કરવાલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "23 નવેમ્બરની રાત્રે જો બધું જ બરાબર આયોજન પ્રમાણે કામ ચાલતું રહ્યું તો આ મજૂરોને બહાર કાઢી લેવાશે, પણ જો કોઈ બાધા આવે છે તો તેનો સામનો કરવાની તૈયારી પણ રાખવી પડે."
વધુમાં તેમણે જણાવ્યું કે જ્યારે એનડીઆરએફના જવાનો પાઈપલાઈન થકી સુરંગમાં તેમને બચાવવા જશે ત્યારે મજૂરોને ભાખોડિયા ચાલીને બહાર નહીં લાવવામાં આવે પણ તેમને સ્ટ્રેચર પર બહાર લવાશે. સ્ટ્રેચરને પૈડાં લગાવવાનું કામ ચાલી રહ્યું છે. જેનાથી તેમને ઝડપથી બહાર કાઢી શકાય અને રેસ્ક્યૂ ઑપરેશન જલદી જ પૂરું કરી શકાય.
ફસાયેલા તમામ મજૂરોની સ્થિતિ સારી હોવાનું જાણીને તેમના પરિવારજનો રાહત અનુભવી રહ્યા છે. પણ તેઓ હવે જલદી જ પોતાના કુટુંબીજનોને મળવા આતુર જણાઈ રહ્યા છે.
ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે રેસ્ક્યૂ ઑપરેશન કઈ રીતે ચલાવાઈ રહ્યું છે, વધુ વિગતથી અહીં વાંચો -