You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સફાઈકામદાર માતાએ વર્ષો બાદ અભ્યાસ કરી પુત્ર સાથે પરીક્ષા આપી, 10મું પાસ કરી બતાવ્યું
મહારાષ્ટ્રનાં અંદાજે 30 વર્ષીય સફાઈકામદાર મોનિકા એક એવાં માતા બન્યાં છે જેમણે વર્ષો બાદ અભ્યાસ ફરી શરૂ કરી દસમા ધોરણની પરીક્ષા પાસ કરી બતાવી છે.
તેમને પરીક્ષામાં 51.80 ટકા જ્યારે તેમના પુત્ર મંથને 64 ટકા ગુણ પ્રાપ્ત કર્યા છે.
પતિના મૃત્યુ બાદ દીકરા-દીકરી અને ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી તેઓ બખૂબી ભજવી રહ્યાં છે.
પુત્ર સાથે પરીક્ષા આપીને સફળતા મેળવ્યાની ક્ષણ યાદ કરતાં તેઓ અત્યંત ખુશ જણાય છે.
અત્યંત નાની ઉંમરે લગ્ન થવાને કારણે તેઓ ભણી નહોતાં શક્યાં પરંતુ અચાનક તેમને શિક્ષણ ફરી શરૂ કરવાનો વિચાર આવ્યો.
એકલાહાથે બંને બાળકોને ઉછેરી રહેલાં મહિલા આર્થિક તંગી, મર્યાદિત સંશાધનો અને વિપરીત પરિસ્થિતિને માત આપી કેવી રીતે સફળતા હાંસલ કરી, જાણો તેમની કહાણી.