ઐમાન આરીફની પ્રેરણાદાયી કહાણી જેમણે શારીરિક મર્યાદાઓે આત્મવિશ્વાસથી હરાવી
ઐમાન આરીફની પ્રેરણાદાયી કહાણી જેમણે શારીરિક મર્યાદાઓે આત્મવિશ્વાસથી હરાવી
પ્રકાશિત
ઐમાન આરીફને જન્મથી જ ક્લબ ફૂટ એટલે કે પગ બીજી બાજુ વાંકો હોવાની એક પ્રકારની શારીરિક ખોડ હતી. સર્જરી છતાં તેમના પગમાં પહેલાં જે 2 સેમીનો તફાવત હતો અને પછી 8 સેમી જેટલો થઈ ગયો હતો.
આ સર્જરીનો તમામ ખર્ચ તેમણે જાતે જ ઉઠાવ્યો હતો, પણ હવે તેઓ પગભર છે.
તેમની અત્યારસુધીની 6 સર્જરી થઈ છે.
તેઓ કહે છે "હંમેશાં હું ડિસેબિલિટી-ડિસેબેલિટી શબ્દ સાંભળી રહી હતી. પણ હવે મને લાગે છે કે મેં એબિલિટી અને ડિસ બંનેને અલગ કરી દીધા છે. હવે હું એબિલિટી તરફ જઈ રહી છું."
જાણીએ તેમની પ્રેરણાદાયી કહાણી






