You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના સમીર સાથે લગ્ન કરવાં આવેલાં પાકિસ્તાનનાં જાવેરિયા ખાનમ શું બોલ્યાં?
ભારતના સમીર સાથે લગ્ન કરવાં આવેલાં પાકિસ્તાનનાં જાવેરિયા ખાનમ શું બોલ્યાં?
પ્રકાશિત
પાકિસ્તાનના કરાચીમાં રહેતાં જાવેરિયા ખાનમ મંગળવારે અટારી બૉર્ડરથી ભારત પહોંચ્યાં છે.
તેઓ ભારતમાં કોલકાતામાં રહેતા સમીર ખાનનાં મંગેતર છે. આગામી વર્ષે જાન્યુઆરીમાં બંને લગ્ન કરશે.
જાવેરિયાને ભારતમાં રહેવા માટે 45 દિવસના વિઝા મળ્યા છે. અગાઉ બે વાર તેમના વિઝા રદ થયા હતા.
સમીરના પરિવારજનો જાવેરિયાના સ્વાગત માટે બૉર્ડર પર પહોંચ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.