બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.

ભારતમાં ચોમાસાની શરૂઆત સામાન્ય રીતે 1 જૂનની આસપાસ થતી હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસું કેરળ પર મોડું પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે.

બીજી તરફ ચોમાસું જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે એ સમયે જ અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું 1 જૂનના રોજ આગળ વધીને અરબી સમુદ્ર સુધી પહોંચી ચૂક્યું છે. માલદીવ અને કોમોરિન વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે.

હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા એક બે દિવસમાં ચોમાસું હજી પણ આગળ વધે તેવી શક્યતા છે. આ પહેલાં હવામાન વિભાગે તેના પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે ચોમાસું તેના સમય કરતાં મોડું પહોંચે તેવી શક્યતા છે.

હવે ચોમાસા પર અરબી સમુદ્રમાં સર્જાવા જનારી સિસ્ટમનો પણ ખતરો પેદા થયો છે. આવતા અઠવાડિયામાં આ સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે.

સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

યુપીએસસી પરીક્ષા

ઇમેજ સ્રોત, ANI

વિશ્વની સૌથી અઘરી ગણાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સ્થાન પામતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની પરીક્ષામાં સફળતાનો દર સામાન્ય રીતે 0.01 ટકાથી 0.2 ટકા સુધી રહેતો હોય છે. વર્ષ 2022માં કુલ 11.52 લાખ લોકોએ પરીક્ષા માટે આવેદન કર્યું હતું, જેમાંથી માત્ર 933 લોકોની પસંદગી (0.08%) થઈ છે.

યુપીએસસી દ્વારા લેવાતી સિવિલ સેવા પરીક્ષાના વર્ષ 2022ના પરિણામો 23 મેના રોજ જાહેર થયાં.

પરીક્ષાનાં ટોચનાં ચાર સફળ ઉમેદવારોમાં આ વર્ષે યુવતીઓએ બાજી મારી છે અને આ એક નવો રૅકર્ડ છે.

દર વર્ષે પરીક્ષાનાં પરિણામો જાહેર થતાં જ પરીક્ષામાં સફળતા મેળવનારાં ઉમેદવારોના સંઘર્ષ, સમર્પણ અને અથાગ મહેનતની અનેક કહાણીઓ જાણવા મળે છે. પરંતુ એવા લાખો ઉમેદવારોને આ પરીક્ષામાં મળેલી નિષ્ફળતાને કારણે તેમના સંઘર્ષ, ઓછી પડેલી મહેનત અને તેના કારણે અનુભવાતા સમાજિક, પારિવારીક અને વ્યક્તિગત તણાવની સ્થિતિ વિશે ભાગ્યેજ વાત થાય છે.

હકીકતમાં આ પરીક્ષાની તૈયારી કરવી અને તેની પ્રક્રિયામાંથી પસાર થવું એ એવરેસ્ટના શિખરને સર કરવાથી ઓછો પડકાર નથી.

સરકારના સૌથી મહત્ત્વપૂર્ણ અધિકારી બનવના સપનાં સાથે યુપીએસસીની પરીક્ષાની તૈયારી માટે દેશના ખૂણે-ખૂણેથી દિલ્હી આવતા યુવક-યુવતીઓને એ સપનાં પૂરાં કરવાની આકરી કિંમત ચૂકવવી પડે છે. અને આ કિંમત માત્ર તૈયારીમાં ખર્ચેલા નાણાં અને સમય કરતાં ક્યાંય વધારે હોય છે.

યુપીએસસી અને ગુજરાત કનેક્શનની સંપૂર્ણ કહાણી વાંચો.

મ્યુચ્યુઅલ ફંડ

ઇમેજ સ્રોત, Getty Images

જીવનમાં અભ્યાસ, લગ્ન, પ્રવાસ, માંદગી જેવી વિવિધ ખર્ચ આધારિત પરિસ્થિતિઓમાં તમારી પાસે રહેલા નાણાં જ તમને એ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બનાવે છે. તેના માટે શિસ્તબદ્ધ બચત કરવાનું લાંબા ગાળાનું આયોજન જરૂરી છે.

ટર્મ ઇન્શ્યૉરન્સથી માંડીને બાળકોના ભણતર અને નિવૃત્તિનું આયોજન, આ બધા જ આર્થિક લક્ષ્યોને લાંબા ગાળાના પ્લાનિંગથી સાધી શકાય છે.

અમુક બચત યોજનાઓમાં પહેલેથી જ નુક્સાનની ભીતી રહેલી હોય છે. જોકે, લાંબા ગાળા માટે રોકાણ કરવાથી તેમાં પણ અનેક નુકસાનનું જોખમ ટાળી શકાય છે.

વૉરેન બફૅટ અને રાકેશ ઝુનઝુનવાલા જેવા પ્રખ્યાત રોકાણકારો પણ લાંબા ગાળાનું રોકાણ કરવાના પ્લાનિંગ વિશે વારંવાર સમજાવતા રહ્યા છે.

પીપીએફ જેવા રોકાણનાં રસ્તાઓ આ પ્રકારના આર્થિક લક્ષ્યો સાધવા માટે લોકોમાં ખૂબ પ્રખ્યાત છે.

મ્યુચ્યુઅલ ફંડ્સ એ પણ રોકાણનો એવો રસ્તો છે જેણે પાછળના એક દાયકામાં ઘણા નવા રોકાણકારોને પોતાની તરફ આકર્ષ્યા છે.

સંપૂર્ણ અહેવાલ વાંચો અહીં.

મહમદઅલી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહને હઠાવવાની માગ સાથે આંદોલન કરી રહેલાં પહેલવાનોએ તેમને મળેલા પદકોને હરિદ્વાર ખાતે ગંગા નદીમાં પ્રવાહિત કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.

મંગળવારે સાંજે આ પહેલવાનો તેમના મેડલો સાથે હરિદ્વાર પહોંચ્યાં હતાં, પરંતુ અણીના સમયે ખેડૂત આંદોલનથી ચર્ચામાં આવેલા જાટ નેતા નરેશ ટિકૈતની સમજાવટથી તેમણે પોતાનો કાર્યક્રમ મુલ્તવી રાખ્યો હતો અને સિંહની સામે કાર્યવાહી કરવા માટે સરકારને પાંચ દિવસની મુદ્દત આપી હતી.

સોશિયલ મીડિયા ઉપર આ મુદ્દે બે ભાગમાં વિભાજિત થઈ ગયો છે, એક વર્ગ માને છે કે આ વિરોધ સ્ક્રિપ્ટેડ છે. જ્યારે એક વર્ગ સિંહ સામે થઈ રહેલી કાર્યવાહીમાં ઢીલ ઉપર સવાલ ઉઠાવી રહ્યો છે.

આ બધાની વચ્ચે બૉક્સિંગમાં મહમદઅલી 'ધ ગ્રેટેસ્ટ'ના જીવનની ઘટના ચર્ચામાં છે.

જ્યારે રોમ ઑલિમ્પિક્સમાં જીતેલો સુવર્ણપદક તેમણે ઓહાયો નદીમાં વહાવી દીધું હતું. એવા તે શું સંજોગ ઊભા થયા હતા કે મેડલ જીતવાના ગણતરીના દિવસોમાં આ નિર્ણય લીધો હતો ?

જોકે એવો પણ મત છે કે તેમણે આવું નહોતું કર્યું અને આ વાત ખોટી છે કે તેમણે મેડલ નદીમાં વહાવ્યો હતો.

સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

તાવ

ઇમેજ સ્રોત, Getty Images

આપણે સૌએ ક્યારેક તો તાવ આવ્યાની સ્થિતિનો અનુભવ કર્યો જ હશે.

કદાચ તમારી આસપાસ એવા પણ લોકો હશે, જેઓ દિવસમાં એક વખત તો પોતાના શરીરનું તાપમાન જરૂર ચેક કરતા હશે.

જોકે, જ્યારે તાવની વાત કરીએ તો એ જાણવું પણ જરૂરી બની જાય છે કે આપણા શરીરનું સામાન્ય તાપમાન કેટલું છે? અને ક્યારે આપણને તાવ આવ્યો છે એવું કહી શકાય?

આપણા શરીરના તાપમાનને નિયંત્રિત કરતું તંત્ર મગજના હાઇપોથેલેમસમાં હોય છે.

આ તંત્ર આપણા શરીરના તાપમાનને સામાન્ય સ્તરે જાળવવા માટે અલગ અલગ રીતે મદદ કરે છે. આ રીતો આપણી ત્વચા અને રક્તના તાપમાન પર આધારિત છે.

આ તંત્રને કારણે જ આપણું શરીર ખૂબ ઓછા તાપમાને ધ્રૂજવા લાગે છે અને ખૂબ વધુ તાપમાને તેમાંથી પરસેવો છૂટવા લાગે છે. આ પ્રક્રિયાઓ આપણા શરીરના તાપમાનને સામાન્ય સ્તરે જાળવી રાખવા મદદરૂપ થાય છે.

તાવનાં કારણો સહિતનો સંપૂર્ણ અહેવાલ વાંચો અહીં.

બીબીસી
બીબીસી