You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઘઉંમાં ઇયળ આવતાં અમરેલીના ખેડૂતો ચિંતામાં પડ્યા
ઘઉંમાં ઇયળ આવતાં અમરેલીના ખેડૂતો ચિંતામાં પડ્યા
પ્રકાશિત
અમરેલી જિલ્લામાં આ વખતે ભાડ ગામના ખેડૂતોએ ઘઉં પકવ્યા છે.
પણ ઘઉંની ડુંડીમાં અચાનક ઇયળ પડતા તેમને પારાવાર નુકસાન થવાની સંભાવના છે.
પહેલા કમોસમી વરસાદે અહીંના ખેડૂતની કમર તોડી નાખી હવે આ ઇયળે તેમની મહેનત પર પાણી ફેરવ્યું છે.
આ ગામના ખેડૂતોને ઘઉંમાં પહેલીવાર આવી કોઈ ઇયળ જોવા મળી છે જેને કારણે તેમની ચિંતા વધી છે.
જિલ્લાના ખેતીવાડી વિભાગે 34 હજાર હેક્ટર જમીનમાં ઘઉંના પાકમાં સીટફ્લાય નામના રોગને કારણે ઇયળો આવી હોવાની કબૂલાત કરી છે.
અહેવાલ- ફારુક કાદરી/ ઍડિટ- સુમિત વૈદ