You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બનાસકાંઠામાં ઠાકોર સમાજની તલવાર સાથે 'પટા ખેલવા'ની પરંપરા શું છે?
આજકાલ અલગ જિલ્લાની માગણીઓની ચર્ચાથી ગુંજી રહેલું બનાસકાંઠા સામાન્યપણે તેની ભાતીગળ સંસ્કૃતિ અને લોકોના રંગીલા મિજાજને કારણે અલગ તરી આવે છે.
આ જ સંસ્કૃતિનું એક ઉદાહરણ છે બનાસકાંઠામાં ઠાકોર સમાજની તલવાર સાથે 'પટા ખેલવાની' પરંપરા.
માથે સાફો, આંખોમાં આત્મવિશ્વાસ સાથે હજારો લોકો સામે સડક પર તલવાર સાથે ઢોલના તાલ પર ઝૂમતા ઠાકોર સમાજના મોભીઓ જાણે આ વર્ષો જૂની પરંપરાને આજના સમય માટે વધુ આકર્ષક બનાવી દે છે.
શૌર્ય દર્શાવતી આ પરંપરાના ભાગરૂપે ઠાકોર સમાજના કેટલાક લોકો હાથમાં તલવાર લઈને ઝૂમે છે તો કેટલાક હાથમાં સુશોત્રિત છત્રીઓ લઈને ઘૂમે છે.
આ નજારો માણવા ચારેકોરથી લોકો વીંટળાઈ જાય છે. જુઓ, આ અનોખી પરંપરાની ઝલક અને જાણો તેના વિશે દુર્લભ માહિતી માત્ર બીબીસી ગુજરાતી સાથે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન