ડીસા : એક એવું સ્થળ જ્યાં અંતિમક્રિયાની સાથે, લગ્નનું ફોટોશૂટ, સત્સંગ અને બાળકોનું ક્રીડાંગણ બધું એક સાથે છે
ડીસા : એક એવું સ્થળ જ્યાં અંતિમક્રિયાની સાથે, લગ્નનું ફોટોશૂટ, સત્સંગ અને બાળકોનું ક્રીડાંગણ બધું એક સાથે છે
પ્રકાશિત
પ્રથમ દૃષ્ટિએ કોઈ મનોરંજન માટેનું ગાર્ડન કે પાર્ક દેખાતું આ છે બનાસકાંઠાના ડીસા ખાતે આવેલું મુક્તિધામ.
આ મુક્તિધામની ખાસ વાત તો એ છે કે અહીં લોકો માત્ર પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે જ નહીં, પરંતુ પ્રિવેડિંગ ફોટોશૂટ, સત્સંગ જેવા કાર્યક્રમો પણ યોજે અને માણે છે.
14 એકરમાં ફેલાયેલા એવા આ વિશાળ સંકુલમાં બાળકો માટે રમવાની ખાસ સુવિધાવાળું ક્રીડાંગણ, રમણીય ગાર્ડન અને મંદિર પણ છે.
અહીં લોકો વેડિંગ ફોટો શૂટ અને જાતભાતની મનોરંજક પ્રવૃત્તિઓ માટે આવે છે.
જુઓ, આ અનોખા મુક્તિધામ અંગેની બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



