ગુજરાતમાં આગામી સાત દિવસ પડશે ભારે વરસાદ, શું છે આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આગામી સાત દિવસ પડશે ભારે વરસાદ, શું છે આગાહી?
ગુજરાતમાં આગામી સાત દિવસ પડશે ભારે વરસાદ, શું છે આગાહી?
પ્રકાશિત

ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે.

રવિવારે પણ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો.

છેલ્લા 24 કલાકના વરસાદના ડેટા પ્રમાણે છોટા ઉદેપુરના સંખેડા તાલુકામાં સૌથી વધારે ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

સુરતના ઉમરપાડામાં 3.90 ઇંચ, સાબરકાંઠાના ઈડરમાં 3.86 ઇંચ, વ્યારામાં 3.54 ઇંચ વરસાદ થયો છે. ડભોઈ, દાંતા, રાધનપુર, ખેડબ્રહ્મા, વાલોદ, ભીલોડા તાલુકામાં પણ ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

છેલ્લા એક દિવસમાં રાજ્યના 76 જિલ્લામાં એક ઇંચ અથવા વધારે વરસાદ નોંધાયો છે.

આવતા એક અઠવાડિયામાં ગુજરાતમાં ઍલર્ટ જાહેર કરાયું છે. ક્યાં કેટલો વરસાદ પડવાની આગાહી છે જુઓ વીડિયોમાં.

બીબીસી ગુજરાતી વરસાદ ચોમાસું ડૅમ હવામાન વેધર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન