અમદાવાર ઍર ઇન્ડિયા ક્રૅશ : 'વિમાન એટલું નીચે ઉડે કે પડવાની બીક લાગે છે', ઍરપૉર્ટ પાસે રહેતા લોકોનો ભય
અમદાવાર ઍર ઇન્ડિયા ક્રૅશ : 'વિમાન એટલું નીચે ઉડે કે પડવાની બીક લાગે છે', ઍરપૉર્ટ પાસે રહેતા લોકોનો ભય
પ્રકાશિત
અમદાવાદમાં ગયા વર્ષે જૂન માસમાં ઍર ઇન્ડિયાનું પ્લેન ક્રૅશ થયું હતું. આ કરુણ ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાંથી 241 લોકો પ્લેનમાં સવાર હતા. આ ઘટનાને એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. જોકે, ઍરપૉર્ટ પાસેના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા પરિવારો હજુ પણ એ દિવસ ભૂલી શકતા. અહીં વર્ષોથી રહેતા લોકોનું કહેવું છે કે, ઍૅરપૉર્ટ પર આવનજાવન સમયે વિમાનો એટલાં નીચે ઉડે છે કે એ જોઈને તેમને ડર લાગવા માંડે છે. તેમને એ વાતનો ડર છે કે જો વિમાન ફરી પડશે તો? આ વિસ્તારમાં આવેલી નાની નાની ચાલીઓ લોકો ભયના ઓથાર વચ્ચે કેવી રીતે જીવી રહ્યા છે? એ જુઓ આ વીડિયોમાં.
અહેવાલ : રૉક્સી ગાગડેકર છારા
પ્રોડ્યૂસર : ઋષિ બેનરજી
શૂટ : પવન જયસ્વાલ
ઍડિટ : રિપુલ મકવાણા

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



