મોદી સરકારે જીએસટીમાં ફેરફાર કર્યો અને દરો ઘટાડ્યા તો સુરતીઓ શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, 'રૂપિયા બધાને બચાવવા હોય...' GSTના સ્લૅબમાં ઘટાડો થતા ગુજરાતીઓએ શું કહ્યું?
મોદી સરકારે જીએસટીમાં ફેરફાર કર્યો અને દરો ઘટાડ્યા તો સુરતીઓ શું બોલ્યા?
પ્રકાશિત

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવાર રાત્રે ગૂડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી) અંગે અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી.

તેમણે જણાવ્યું કે જીએસટી કાઉન્સિલની બેઠકમાં બે દર ધરાવતી જીએસટી વ્યવસ્થાને મંજૂરી મળી છે.

નાણામંત્રીના જણાવ્યાં અનુસાર 12% અને 28% દરના સ્લૅબને રદ કરવામાં આવ્યા છે.

હવે બે નવા દરો 5% અને 18% માટે સહમતિ બની છે.

જીએસટીના નવા દરો 22 સપ્ટેમ્બરથી લાગુ પડશે.

જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા અને દિવાળી પહેલાં દેશના સામાન્ય લોકો અને નાના વેપારીઓથી લઈને ખેડૂત સુધીના વર્ગો માટે મોટી જાહેરાત કરવામાં આવી.

આ બેઠકમાં જીએસટી સ્લૅબની સંખ્યા ઓછી કરીને માત્ર પાંચ ટકા અને 18 ટકા સુધી સીમિત કરી દેવાઈ છે. જ્યારે કે 12 ટકા અને 28 ટકા સ્લૅબને સમાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ ફેરફારો અંતર્ગત રોજિંદા વપરાશની વસ્તુઓ અને જીવનજરૂરિયાતની કેટલીક સેવાઓ પર લાગતા જીએસટીના દરોમાં રાહત અપાયાનો દાવો કરાયો છે.

આ ફેરફાર અંગે શું કહી રહ્યા છે ગુજરાતા લોકો, જાણો બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં.

બીબીસી ગુજરાતી, જીએસટી, ગુજરાત, સુરત,

ઇમેજ સ્રોત, Getty Images/BBC

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન