અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું જેલમાં આત્મસમર્પણ, જેલમાં લેવાયેલી તસવીર વાઇરલ

અમેરિકા ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, જેલમાંથી ટ્રમ્પની સત્તાવાર જાહેર કરાયેલી તસવીર કે જેને મગશૉટ કહેવાય છે
પ્રકાશિત

સતત વિવાદમાં રહેતા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જેલમાં પાડવામાં આવેલો ફોટો વાઇરલ થયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના જૉર્જિયાની ફુલ્ટન કાઉન્ટી જેલમાં આત્મસમર્પણ કરી દીધું છે.

વર્ષ 2020ની ચૂંટણીમાં મળેલી હારનાં પરિણામોને ફેરફારના પ્રયત્નના આરોપમાં તેમના પર કેસ ચાલી રહ્યો છે.

જેલમાંથી ટ્રમ્પની સત્તાવાર તસવીર જેને મગશૉટ કહેવાય છે તે જાહેર કરી દેવાઈ છે. આ પહેલીવાર છે કે ટ્રમ્પની આવી કોઈ તસવીર (મગશૉટ) સાર્વજનિક કરાઈ છે.

ટ્રમ્પના જામીન માટે બૉન્ડ સ્વરૂપે બે લાખ ડૉલરની રકમ નક્કી કરાઈ છે.

આ મહિનાની શરૂઆતમાં જૉર્જિયામાં એક ફરિયાદીએ રિપબ્લિક નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પર અનેક આરોપો લગાવ્યા હતા. તેમના પર જો બાઇડન સામે મળેલી હારને અસરકારક રીતે પલટાવી નાખવા માટેના કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે.

આ ચોથી વાર છે, જ્યારે આ વર્ષે ટ્રમ્પે કોર્ટ અથવા ફેડરલ અધિકારીઓ સામે આત્મસમર્પણ કર્યું છે. આ પહેલાં પણ જ્યારે તેમના વિરુદ્ધ ગુનાહિત કેસ ચલાવાયા હતા તો તેમણે ત્રણ વાર આત્મસમર્પણ કર્યું હતું. અમેરિકી મીડિયા અનુસાર 2023 પહેલાં અમેરિકામાં આવું ક્યારેય નથી જોવાયું.

ફુલ્ટન કાઉન્ટી જેલની બુકિંગ શીટમાં ડોનાલ્ડ ટ્રમ્પના નામની ઍન્ટ્રી કરી દેવાઈ છે. જેમાં તેમના વિરુદ્ધ 13 આરોપ, કથિત ગુનાઓની તારીખો અને જામીનના વિવરણની યાદી પણ તૈયાર કરાઈ છે.

બીબીસી ગુજરાતી

ટ્રમ્પ આરોપોને નકારે છે

તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું "ચૂંટણીને પડકાર આપવામાં સક્ષમ હોવું જોઇએ. મારું માનવું છે કે તે ચૂંટણી ગેરરીતિવાળી ચૂંટણી હતી. મેં કંઈ પણ ખોટું નથી કર્યું. અને એ બધા જ જાણે છે. જો અમને એવું લાગે કે ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે. તો તેને પડકારવાના તમામ અધિકાર અમારી પાસે છે."

બીબીસી ગુજરાતી

અઢી વર્ષ બાદ ટ્રમ્પે કર્યું પહેલું ટ્વીટ

અમેરિકા ટ્રમ્પ

ઇમેજ સ્રોત, @realDonaldTrump

લગભગ અઢી વર્ષ બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઍક્સ (પહેલાનું ટ્વિટર) પર ટ્વીટ કર્યું છે.

તેમણે જેલમાં લેવામાં આવેલી પોતાની તસવીર એટલે કે જેલમાંથી જાહેર કરાયેલી તસવીર ટ્વીટ કરી છે. તસવીરની સાથે તેમણે પોતાની વેબસાઇટની જાણકારી શેર કરી છે. જેના દ્વારા તેઓ કૅમ્પેઇન માટે રૂપિયા એકઠા કરતા હતા.

આ પહેલાં ટ્રમ્પે 8 જાન્યુઆરી 20241ના દિવસે ટ્વીટ કર્યું હતું. અને ત્યાર બાદ તેમણે આજે આ પ્લેટફૉર્મનો ઉપયોગ કર્યો છે.

ટ્વિટરે ટ્રમ્પ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેમણે પોતે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્રુથ સોશિયલ શરૂ કર્યું હતું.

ગયા વર્ષે ઍક્સના નવા માલિક એલન મસ્કે ટ્રમ્પ પર લગાવેલો પ્રતિબંધ હટાવી દીધો હતો. પણ તેમ છતા ટ્રમ્પ આ પ્લેટફૉર્મનો ઉપયોગ નહોતા કરતા.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી