You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલની નવી સરકારનું સ્વાગત કરવા હેબ્રોનનું ઇઝરાયેલી ક્ષેત્ર કેટલું તૈયાર?
બેન્યામિન નેતન્યાહુ ઇઝરાયલના છઠ્ઠી વખત વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે. તેમની આ નવી સરકાર અત્યાર સુધીની સૌથી વધુ જમણેરી જૂથો ધરાવતી સરકાર બની છે. આ સરકારમાં ઉગ્ર રાષ્ટ્રવાદી અને ધાર્મિક પક્ષો પણ સામેલ છે.
આ દરમિયાન મંગળવારે ઇઝરાયેલી સંસદમાં સરકારી કાયદના વિવાદિત સંશોધન માટે મત આપ્યો છે. જેમાં ઉગ્ર રૂઢીચૂસ્ત પક્ષોને મંત્રાલય આપવાનો રસ્તો સરળ કરવાની જોગવાઈ છે.
ઇઝરાયલની કટ્ટરવાદી યહૂદી પાર્ટીઓ અને ઉગ્ર રાષ્ટ્રવાદી પાર્ટીઓના સમર્થનવાળી નવી સરકારની રચનાને પગલે ઇઝરાયલી સમાજમાં સંસ્કૃતિની લડાઈ ફરીથી તેજ થઈ ગઈ હોય એવું જણાઈ રહ્યું છે સૈન્યની ભૂમિકાને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ ગઠબંધનની યોજના યહૂદી વસાહતોના વિસ્તારની અને સુરક્ષાદળો તેમજ ન્યાયપાલિકા પરનું નિયંત્રણ મજબૂત કરવાની પણ મનાઈ રહી છે. છે.
એવામાં આ નવી સરકારની અસર અહીંના સમાજ પર કેવી પડશે? જુઓ, હેબ્રોનના ઇઝરાયેલી વિસ્તારપરથી પરથી બીબીસીની આ કવર સ્ટોરી