બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
બીબીસી ગુજરાતી

મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.

અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

બીબીસી ગુજરાતી

બુધવારે હૈદરાબાદમાં ચાલી રહેલ ન્યૂઝીલૅન્ડ અને ભારત વચ્ચેની પ્રથમ વનડે ઇન્ટરનેશનલ મૅચમાં ભારતના ઑલ રાઉન્ડર હાર્દિક પંડ્યાને વિવાદાસ્પદ રીતે આઉટ આપતાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.

સમાચાર અહેવાલોમાં ઑલ રાઉન્ડર હાર્દિક પંડ્યાને આઉટ અપાયાના આ નિર્ણયને ‘સ્ટ્રેન્જ’ એટલે કે વિચિત્ર ગણાવાઈ રહ્યો હતો.

ભારત તરફથી આ મૅચમાં બેવડી સદી ફટકારી ચૂકેલ ગિલ 133 રનના સ્કોરે  સામે છેડે હતા અને સ્ટ્રાઇકિંગ ઍન્ડ પર હાર્દિક પંડ્યા હતા, ભારતનો સ્કોર પણ જંગી લક્ષ્ય તરફ જ ઇશારો કરી રહ્યો હતો.

ભારતે ચાર વિકેટ ગુમાવીને 39.3 ઓવરમાં 249 રન ફટકારી દીધા હતા.

પરંતુ મૅચના ચોથા બૉલે કંઈક એવું બન્યું કે જેને ‘વિચિત્ર’ ગણાવાઈ રહ્યું છે.

નોંધનીય છે કે ભારતે પ્રથમ બૅટિંગ કરતાં આ મૅચમાં ન્યૂઝીલૅન્ડ સામે 350 રનનું લક્ષ્ય મૂક્યું હતું.

ભારત તરફથી શુભમન ગિલે 208 રનની ઇનિંગ રમી હતી.

ભારત આ મૅચ 12 રને જીતવામાં સફળ રહ્યું હતું.

વાંચો ન્યૂઝીલૅન્ડ સામે ભારતની જીતમાં હાર્દિકને આઉટ અપાયાનો નિર્ણય ગિલની બેવડી સદી કરતાં પણ વધુ ચર્ચામાં કેમ છે?

જિયાના પોતાનાં માતા સાથે

ઇમેજ સ્રોત, DINAL

જ્યારે મારી દીકરી જન્મી, ત્યારે તે હથેળી કરતાં પણ નાની હતી. મેં જ્યારે તેને પ્રથમ વખત જોઈ, તો તેની આંખો ખુલ્લી હતી અને એ જોઈને મને આશા બંધાઈ કે તે જીવી જશે.

-    ઉજ્જવલા, શિવાન્યાનાં માતા

ડૉક્ટરોએ કહ્યું હતું કે જિયાના જીવતી નહીં રહી શકે, પરંતુ એ હવે ચાર વર્ષની થઈ ચૂકી છે અને ડૉક્ટરોની સલાહ અનુસાર હું તેને એક સામાન્ય બાળક પ્રમાણે જ ઉછેરું છું.

-    દીનલ, જિયાનાનાં માતા

આ કહાણી એવી બે બાળકીઓની છે કે જેમણે બે અલગ અલગ કૂખે સમય પહેલાં જન્મ લીધો અને તેમને જીવતી રાખવી એ કરિશ્માથી ઓછું નહોતું મનાતું.

વાંચો 400 ગ્રામ વજન સાથે જન્મેલી શિવાન્યા અને જિયાનાની કહાણી

વસતી ગણતરી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સેંકડો ગણતરીકર્તાઓ દ્વારા પૂછવામાં આવેલા મૂંઝવતા સંખ્યાબંધ સવાલોના જવાબ 1881માં દેશના 25 કરોડથી વધુ લોકોએ આપ્યા હતા અને બ્રિટિશરોના શાસન હેઠળના ભારતમાં સૌપ્રથમ સમકાલિક વસતીગણતરી કરવામાં આવી હતી.

એ પછીના 130 વર્ષ સુધી, આઝાદી પછી અને યુદ્ધો તથા અન્ય કટોકટીઓમાં ભારતમાં દર દસ વર્ષે એક વખત વસતીગણતરીનું કામ કરવામાં આવતું રહ્યું છે. વસતીગણતરી કરતા સેંકડો કર્મચારીઓ દેશના નાગરિકોના ધંધા-રોજગાર, પરિવાર, આર્થિક સ્થિતિ, સ્થળાંતરની સ્થિતિ અને સામાજિક-સાંસ્કૃતિક લાક્ષણિકતા સહિતની માહિતી એકત્ર કરવા પ્રત્યેક ઘરની મુલાકાત લેતા રહ્યા હતા.

વસતીગણતરી એક મહત્ત્વકાંક્ષી, અમૂલ્ય કવાયત છે, જે પ્રશાસકો, નીતિ ઘડવૈયાઓ, અર્થશાસ્ત્રીઓ, વસતી વિષયક નિષ્ણાતો તેમજ વિશ્વનો બીજા ક્રમનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ (જે આ વર્ષે ચીનને પાછળ છોડી દેવાનો છે ક્યાં જઈ રહ્યો છે તે જાણવામાં રસ ધરાવતા દરેક માણસ માટે ડેટાનો જંગી ખજાનો એકત્ર કરે છે. તે માહિતીનો ઉપયોગ રાજ્યોને કેન્દ્રીય ભંડોળની ફાળવણીથી માંડીને શાળાઓના નિર્માણ તેમજ મતવિસ્તારો માટે સીમાંકન સહિતની તમામ બાબતોના નિર્ણય લેવા માટે કરવામાં આવે છે.

વાંચો ભારતમાં વસતીગણતરીમાં થયેલો વિલંબ દેશને કઈ રીતે નુકસાન કરી રહ્યો છે?

દાનિશ કનેેરિયા

ઇમેજ સ્રોત, Getty Images

1947માં ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું. ભારતમાંથી ઘણા મુસ્લિમ પરિવારો પાકિસ્તાન ચાલ્યા ગયા, તો પાકિસ્તાનમાંથી હજારો લોકોને ભારત હિજરત કરવાની ફરજ પડી.

મોટા ભાગે તો હિન્દુઓ ભારત આવ્યા અને મુસ્લિમો પાકિસ્તાન ગયા. તેમાં કેટલાક ક્રિકેટરો પણ હતા.

પાકિસ્તાનના સુપ્રસિદ્ધ મોહમ્મદ ભાઈઓ (વઝીર, હનીફ, મુસ્તાક, સાદીક મોહમ્મદ) જૂનાગઢથી પાકિસ્તાન ગયા હતા.

જોકે એવા પણ કેટલાક હિન્દુઓ હતા જે વિભાજન બાદ પાકિસ્તાન ગયા હતા. પછી ભલેને તે આગંળીને વેઢે ગણી શકાય તેટલા હોય.

ભાગલા બાદ આવી રીતે ભારતમાંથી પાકિસ્તાન ગયેલા હિન્દુ પરિવારોમાં એક હતો કનેરિયા પરિવાર અને બીજો હતો સોનાવરિયા પરિવાર.

વાંચો મિયાંદાદની હિન્દુ મિત્રને પાકિસ્તાન લઈ જવાની જીદમાંથી જન્મેલા બે 'ગુજરાતી' ક્રિકેટરોની કહાણી

 મરચાં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ખરેખર વધે છે?

ઇમેજ સ્રોત, Getty Images

સદીઓથી માણસો મસાલાનો ઉપયોગ કરતા આવ્યા છે. હળદર અને મરચા વગર તો ભારતમાં ભોજનની કલ્પના પણ ન કરી શકાય.

ઘણા એવા મસાલા છે જે એશિયામાંથી સમગ્ર વિશ્વ સુધી પહોંચ્યા છે. મસાલા ન માત્ર ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે પરંતુ આપણા આરોગ્ય માટે પણ સારા મનાય છે. આ દાવાને લઈને દરેક પ્રકારના મસાલા અંગે સંશોધન પણ ઘણાં થયાં છે.

અત્યારના સમયમાં મસાલાને લઈને ઘણા પ્રકારના દાવા કરાઈ રહ્યા છે. જેમ કે લીંબુનો રસ પાણીમાં ભેળવીને પીવાથી વજન ઘટે છે. હળદરવાળું દૂધ પીવાથી ગમે તે પ્રકારના દુખાવામાં આરામ પડે છે. ગળું ખરાબ હોય ત્યારે આદુવાળી ચા તેનો રામબાણ ઇલાજ છે, વગેરે વગેરે.

એવું કહેવાય છે કે વર્ષ 2016માં અમેરિકાના રાષ્ટ્રપતિના ચૂંટણીપ્રચાર દરમિયાન હિલરી ક્લિંટન પોતાની જાતને બીમારીઓથી બચાવવા માટે દરરોજ એક લાલ મરચું ખાતાં.

હળદર, જે એશિયામાં સદીઓથી ઉપયોગમાં લેવાઈ રહી છે, હવે સુપરફૂડની શ્રેણીમાં આવી ચૂકી છે. સમગ્ર વિશ્વમાં કૉફી શૉપમાં ‘ગોલ્ડન લાતે’ નામની હળદરવાળી કૉફી પીરસાય છે.

વાંચો મરચાં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે?

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી