ગુજરાતમાં ફરી પલટાઈ શકે હવામાન, કેટલા દિવસ સુધી વરસાદની શક્યતા?
ગુજરાતમાં ફરી પલટાઈ શકે હવામાન, કેટલા દિવસ સુધી વરસાદની શક્યતા?
પ્રકાશિત
ગુજરાત રાજ્યમાં 26 અને 27 નવેમ્બરે જબરદસ્ત કમોસમી વરસાદ પડ્યો હતો. જેનાં કારણે રાજ્યના ખેડૂતોએ કરેલી વાવણીને ભારે નુકસાન થયું હતું.
કમોસમી માવઠાંને પગલે ખેડૂતને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તેથી ભોગ બનનારા પશુપાલકો અને ખેડૂતોએ માગ કરી હતી કે તેમને થયેલા નુકસાનીનો સરવે કરવામાં આવે અને તેમને સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે.
30 નવેમ્બરે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર કોઈ સીધી અસર થવાની શક્યતા નથી.
આ વીડિયોમાં દીપક ચુડાસમા જણાવી રહ્યા છે કે ગુજરાતના દરિયા પાસે બનેલી સિસ્ટમની ગુજરાતના હવામાન પર કેવી અસર થશે? અને રાજ્યમાં ક્યાં કેટલા દિવસ રહેશે વરસાદ?
વધુ માહિતી વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images





