દિવાળી પહેલાં સવારે-રાત્રે ઠંડી અને દિવસે ઊંચુ તાપમાન, શિયાળો ક્યારથી શરૂ થશે?

દિવાળી પહેલાં સવારે-રાત્રે ઠંડી અને દિવસે ઊંચુ તાપમાન, શિયાળો ક્યારથી શરૂ થશે?
પ્રકાશિત

પરંપરાગત રીતે જોઈએ તો નવરાત્રિ પછી શિયાળુ ઠંડીનો અહેસાસ થવા લાગે અને દિવાળી પછી શિયાળો પાક્કે પાયે શરૂ થઈ જાય.

જોકે, ચાલુ વર્ષે સવારે અને રાત્રે ઠંડી પડી રહી છે, પરંતુ દિવસ દરમિયાન ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે. અમુક સ્થળોએ તો તે લગભગ 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે.

વહેલી સવારે ઠંડીની સાથે અમુક વિસ્તારોમાં ઝાકળ જોવા મળી રહી છે, પરંતુ શિયાળો બેસી ગયો હોય એવું લાગતું નથી.

ત્યારે જાણો કે આગામી દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે અને ઠંડી ક્યારે શરૂ થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.