You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં બનશે સિસ્ટમ, દેશમાં એકસાથે ત્રણ-ત્રણ ઋતુનો અનુભવ
બંગાળની ખાડીમાં બનશે સિસ્ટમ, દેશમાં એકસાથે ત્રણ-ત્રણ ઋતુનો અનુભવ
પ્રકાશિત
ભારતમાં એકસાથે ત્રણ ઋતુ પ્રવર્તમાન હોય એવો ઘાટ સર્જાયો છે. દક્ષિણ ભારતમાં કેરળ, તામિલનાડુ, ગોવા તથા મહારાષ્ટ્રના અમુક ભાગોમાં ઉત્તર પૂર્વનો વરસાદ પડી રહ્યો છે.
બીજી બાજુ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં ઠંડી પડવાની શરૂ થઈ ગઈ છે. ઉત્તર ભારતમાં ફૉગ અને સ્મૉગની સ્થિતિ જોવા મળી રહી છે.
જોકે, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં એકદમ શિયાળો બેસી નથી ગયો અને દિવસ દરમિયાનનું તાપમાન શિયાળાની સરેરાશ કરતાં વધુ રહે છે.
ગુજરાત પાસે ચોમાસા પછી ઍન્ટિ સાઇક્લૉનની સિસ્ટમ સર્જાતી હોય છે, તે ગુજરાતના વાતાવરણને કેવી રીતે અસર કરે છે. તેના વિશે આ વીડિયોમાં જાણો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન