You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત પર હાલ કોઈ વાવાઝોડાનો ખતરો છે? બંગાળની ખાડીમાં બની છે સિસ્ટમ
ગુજરાતમાં બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ કેટલી હદે અસર કરી શકે? સૌથી પહેલાં આ સવાલના જવાબને સમજવા આપણે ભારતની ભૌગોલિક સ્થિતિમાં ગુજરાતનું સ્થાન અને બંગાળની ખાડી ક્યાં આવેલી છે તે સમજવી પડે.
તો બંગાળની ખાડી આવેલી છે ભારતના પૂર્વ-દક્ષિણ ભાગમાં જ્યારે ગુજરાત ભારતના પશ્ચિમ છેડે આવેલું છે.
આથી જ્યારે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને તો તેની અતિશય મજબૂતી જ ગુજરાતને પ્રભાવિત કરે. પણ જો વાવઝોડા કે વરસાદની સિસ્ટમ સામાન્ય હોય તો તેની અસર ગુજરાત પર નથી થતી કારણ કે જ્યારે તે વાસ્તવિક રીતે જમીન સાથે ટકરાય તે પછી નબળી પડતી હોય છે.
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ભારતના પૂર્વ-દક્ષિણ કિનારે આવેલાં રાજ્યો જેવાં કે આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તામીલનાડુ, કેરળ સહિતનાં રાજ્યોમાં જોવા મળે.
જો સિસ્ટમ વર્ષો અગાઉ આવેલા ગુલાબ વાવાઝોડા જેવી મજબૂત હોય તો જ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પણ હાલ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ એટલી મજબૂત નથી કે તેના કારણે ગુજરાતમાં વરસાદ થાય.
ગુજરાતની નજીક આવેલો છે અરબી સમુદ્ર અને આથી જ અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમ જ ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને રાજસ્થાન તથા પાડોશી દેશ પાકિસ્તાન સહિતના વિસ્તારોમાં અસર કરતી હોય છે.