NEET Exam : ભારતમાંથી વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે વિદેશ કેમ જાય છે?

વીડિયો કૅપ્શન, ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ માટે વિદેશની કૉલેજો વધુ પસંદ કેમ કરે છે?
NEET Exam : ભારતમાંથી વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે વિદેશ કેમ જાય છે?
પ્રકાશિત

સત્તાવાર આંકડાઓ પ્રમાણે, વર્ષ 2022માં કુલ સાત લાખ 50 હજાર 365 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ભારતથી વિદેશ ગયા હતા. 2021ની તુલનામાં આ આંકડો 69 ટકા વધારે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2022માં આ મુદે કહ્યું હતું, “ખાસ કરીને મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નાના-નાના દેશોમાં જાય છે. આ દેશોની ભાષા પણ અલગ છે તેમ છતાં વિદ્યાર્થીઓ ત્યાં જાય છે. દેશના કરોડો રૂપિયા બહાર જાય છે. શું ખાનગી સેક્ટરના લોકો આ ક્ષેત્રમાં વિશાળ માત્રામાં કામ નથી કરી શકતા? શું આપણી રાજ્ય સરકારો આ પ્રકારના કામ માટે જમીન આપવાને લગતી નીતિઓ બનાવી નથી શકતી?”

સંસદની એક સમિતિએ વિદેશોમાં ભારતીય વિદ્યાર્થીઓને મળી રહેલા મેડિકલ શિક્ષણના સ્તરને લઈને ચિંતિત છે. આ સમિતિએ માગ કરી હતી કે સરકાર મેડિકલનો અભ્યાસ કરવા માટે વિદેશ જતાં વિદ્યાર્થીઓને રોકે.

વધુ જાણો આ વીડિયોમાં...

 ધ્રુવ ચૌહાણ
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો