You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં શરૂ થયો ધોધમાર વરસાદ, હવે ક્યારે આગળ વધશે ચોમાસું?
ગુજરાતમાં 10 જૂનના રોજ ચોમાસાની એન્ટ્રી બાદ વરસાદનું જોર વધવાને બદલે હાલ ઘટી રહ્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે, પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો નથી. પરંતુ હવે ગુજરાતમાં વરસાદનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
ગઈ કાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર હતું, જેમ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં લગભગ પાંચથી સાત ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આમ, જામખંભાળિયા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વાવણી થઈ શકે છે.
તો સૌરાષ્ટ્રના મોરબી, જૂનાગઢ, જેતપુર અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ગઈ કાલે છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ વધે તેવી શક્યતા છે. જોકે, સાર્વત્રિક વરસાદ માટે થોડી રાહ જોવી પડશે.
રાજ્યમાં સામાન્ય રીતે જૂનના અંત સુધીમાં ચોમાસું સમગ્ર વિસ્તારોને આવરી લેતું હોય છે, સૌથી પહેલા દક્ષિણ ગુજરાત, પછી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને અંતે કચ્છ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોને ચોમાસું આવરી લે છે.
આ વીડિયોમાં દીપક ચુડાસમા જણાવી રહ્યા છે કે કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને કેટલા દિવસમાં ચોમાસું મજબૂત બનશે.