You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ ગેમઝોન દુર્ઘટના: 'દીકરો તો ગયો, હવે ઘડપણમાં અમારૂં શું થશે?'
"અમારી દીકરીને તો સાસરે વળાવી છે. હવે મારી પણ ઉંમર થઈ છે. હવે અમારા બે માણસનું (પતિ-પત્ની) ઘડપણમાં શું થશે? અમે ખાટલે પડશું ત્યારે અમને રોટલા-પાણી કોણ આપશે?"
રાજકોટ શહેરમાં નાના માવા રોડ પર આવેલા ટી.આર,પી. ગેમઝોનમાં ગત વર્ષે જે આગ લાગી હતી, તેમાં પોતાનો પુત્ર ગુમાવનાર જયપાલસિંહ જાડેજાના આ શબ્દો છે.
આગ લાગ્યા બાદ જીવતા ભૂંજાઈ ગયેલાં 27 લોકોમાં જામનગર જિલ્લાના ધ્રોળના નમ્રજિતસિંહ જાડેજા પણ હતા. આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે પરિવારો હજી પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.
15માંથી ચાર આરોપીઓને જામીન મળી ગયા છે. ગુજરાત સરકારે વિશેષ સરકારી વકીલ તરીકે રાજકોટના અગ્રણી વકીલની નિમણૂક કરી છે, પરંતુ પીડિતો માટે ન્યાય સુધીની રાહ હજુ લાંબી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન