You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિયેતનામમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 90 લોકોનાં મૃત્યુ – ન્યૂઝ અપડેટ
વિયેતનામમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ચાલુ છે, જેના કારણે અનેક સ્થળોએ પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે. જેમાં ઓછામાં ઓછા 90 લોકો મૃત્યુ પામ્યા છે , જ્યારે 12 લોકો લાપતા છે.
વિયેતનામની સરકારનું કહેવું છે કે એક લાખ 86 હજાર ઘરોને નુકસાન પહોંચ્યું છે તથા 30 લાખ કરતાં વધુ ઢોરઢાંખર તણાઈ ગયાં છે.
ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ અનુસાર, પહાડી વિસ્તાર ડાક લાકને ભારે અસર થઈ છે. ત્યાં 16મી નવેમ્બરથી અત્યારસુધીમાં 60 કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
વિયેતનામના વડા પ્રધાન ફામ મિન્હ ચિન્હ હાલ દક્ષિણ આફ્રિકામાં છે અને જી20 શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. વિયેતનામના વડા પ્રધાને રવિવારે સવારે દક્ષિણ આફ્રિકાથી જ વર્ચ્યુઅલ ઇમર્જન્સી મિટિંગની અધ્યક્ષતા કરી હતી.
વિજ્ઞાનિકોનું કહેવું છે કે જળવાયુ પરિવર્તનને કારણે વિયેતનામમાં હવામાનસંબંધિત આપદાઓનું જોખમ વધી ગયું છે.
પ્રથમ બ્લાઇન્ડ ટી-20 વીમેન્સ વર્લ્ડકપમાં ભારત ચૅમ્પિયન, કૅપ્ટને શું કહ્યું?
પ્રથમ બ્લાઇન્ડ ટી-20 વીમેન્સ વર્લ્ડકપમાં ભારત નેપાળને હરાવીને ચૅમ્પિયન બન્યું છે.
કોલંબોમાં રમાયેલી ફાઇનલમાં ભારતે નેપાળને સાત વિકેટે હરાવી દીધું છે. નેપાળે આપેલા 115 રનના પડકારને ભારતની ટીમે આસાનીથી 12.1 ઓવરમાં જ ઝીલી લીધો હતો.
આ વર્લ્ડકપમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો જેમાં નેપાળ, શ્રીલંકા, અમેરિકા, પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયાની ટીમો પણ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટી20 ટુર્નામેન્ટમાં ભારત, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા અને અમેરિકાની છ ટીમો સામેલ છે, 11 નવેમ્બરે દિલ્હી ખાતે શરૂ થઈ હતી.
કેટલીક મૅચ બૅંગલુરુમાં રમાઈ અને હવે નૉકઆઉટ મૅચો શ્રીલંકાના પાટનગર કોલંબોમાં રમાઈ રહી છે.
16 સભ્યોવાળી ભારતીય ટીમ નવ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, દિલ્હી, આસામ અને બિહાર સામેલ છે.
ઘણાં ખેલાડીઓની આ રમત પસંદગી ઓળખ સ્કૂલ શિક્ષક, દિવ્યાંગ સંગઠનો કે સામુદાયિક શિબિરો દ્વારા કરાઈ છે.
ભારતીય ટીમે નેપાળને હરાવીને વિમૅન્સ ટી20 વર્લ્ડ કપ ક્રિકેટ ફૉર બ્લાઇન્ડ 2025નો ખિતાબ જીત્યો છે. આ વિજય પછી ભારતીય ટીમનાં કૅપ્ટન દીપિકા ટી.સી.એ કહ્યું કે તેમને સમગ્ર ટીમ ઉપર ગર્વ છે અને ટીમે ખુદને પુરવાર કરી છે.
દીપિકા ટી.સી.એ કહ્યું, "અમને ખૂબ જ સારું લાગી રહ્યું છે. અમને ખૂબ જ ગર્વ છે અને આ અમારો મોટો વિજય છે...અમારી આખી ટીમે ખૂબ જ મહેનત કરી.....આ ખૂબ જ મજબૂત ટીમ છે."
કોલંબો ખાતે યોજાયેલી પહેલી વિમૅન્સ ટી20 વર્લ્ડકપ ક્રિકેટ ફૉર બ્લાઇન્ડ 2025માં ભારતે નેપાળને પરાજય આપ્યો હતો.
નેપાળે પહેલાં બેટિંગ લીધી હતી અને 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 114 રન બનાવ્યા હતા.
નેપાળ તરફથી સરિતા ઘિમરેએ સૌથી વધુ અણનમ 35 રન બનાવ્યા હતા, જ્યારે બિમલા રાયે 26 રનનો ફાળો આપ્યો હતો.
ભારતે માત્ર 12.1 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે આ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી ફુલા સોરેને 27 બૉલમાં અણનમ 44 રન બનાવ્યા, જ્યારે કરુણાએ 42 રન (27 બૉલ) ફટકાર્યા.
સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ સંમેલન જીવાશ્મ ઈંધણ અંગે સમાધાન થયા વિના જ સંપન્ન થયું
વિવાદો બાદ, બ્રાઝિલના બેલેમમાં યોજાયેલું સંયુક્ત રાષ્ટ્રનું જળવાયુ શિખર સંમેલન (કૉપ-30) જીવાશ્મ ઈંધણ પર સમાધાન થયા વગર જ સમાપ્ત થઈ ગયું.
બ્રિટન અને યુરોપિયન સંઘ સહિત 80 કરતાં વધુ દેશો માટે આ નિરાશાજનક બાબત છે, જેઓ ઇચ્છતા હતા કે બેઠકમાં ઑઇલ, કોલસો અન ગૅસનો ઉપયોગ ઘટાડવા પર સંમતિ સધાય.
પરંતુ ઑઇલ ઉત્પાદક દેશોએ એ વાત પર ભાર મૂક્યો કે તેમને તેમના અર્થતંત્રની વૃદ્ધિ માટે જીવાશ્મ ઈંધણ સંશાધનોનો ઉપયોગ કરવાનો અધિકાર હોવો જોઈએ.
આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે વૈશ્વિક તાપમાનને ઔદ્યોગિક યુગ પહેલાંના સ્તરથી 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત કરવાના પ્રયાસ નિષ્ફળ નીવડતા દેખાઈ રહ્યા છે.
કોલંબિયાના પ્રતિનિધિએ શનિવારે થયેલા પ્લેનરીની અંતિમ બેઠકમાં એ વાતે આકરી પ્રતિક્રિયા આપી કે દેશોને સમાધાન પર 'આપત્તિ વ્યક્ત કરતા રોકવામાં આવી રહ્યા છે.'
અંતિમ સમાધાનમાં દેશોને 'સ્વેચ્છાએ જીવાશ્મ ઈંધણનો ઘટાડવા'ની અપીલ કરાઈ છે.
આવું પહેલી વાર બન્યું છે કે જળવાયુ સંમેલનમાં અમેરિકાએ પોતાનો કોઈ પ્રતિનિધિ નથી મોકલ્યો. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પેરિસ સમાધાનથી અમેરિકાને અલગ કરી ચૂક્યા છે. તેમણે જળવાયુ પરિવર્તનને 'એક દગો' ગણાવ્યું છે.
'યુક્રેન યુદ્ધ પર અમેરિકન પ્લાન અંતિમ ઑફર નથી,' અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું કહ્યું?
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધને ખતમ કરવા માટે અમેરિકાનો પ્રસ્તાવ 'અંતિમ' નથી.
આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે યુક્રેન સહયોગી દેશોએ આ પ્રસ્તાવ અંગે ચિંતા કરી છે.
શનિવારે યુરોપ, કૅનેડા અને જાપાનના નેતાઓએ કહ્યું કે આ યોજનામાં 'ન્યાયસંગત અને ટકાઉ શાંતિ' માટે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ 'વધુ કામ કરવાની જરૂર' હશે.
તેમણે સીમામાં બદલાવ અને યુક્રેનના સૈન્યને નાનું કરવાનો પ્રસ્તાવ પર ચિંતા કરી.
રવિવારે બ્રિટન, ફ્રાન્સ, જર્મની, અમેરિકા અને યુક્રેનના સુરક્ષા અધિકારી જીનિવા (સ્વિટ્ઝર્લૅન્ડ)માં મુલાકાત કરશે.
આ યોજના અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી કહી ચૂક્યા છે કે, "કાં તો યુક્રેને પોતાની ગરિમા છોડવી પડશે અથવા તો અમેરિકાનો સાથ."
ખરેખર, ટ્રમ્પના આ પીસ પ્લાનને રશિયા તરફ નમેલું માનવામાં આવી રહ્યું છે.
ટ્રમ્પે યુક્રેનને 28 પૉઇન્ટવાળી યોજના સ્વીકાર કરવા માટે 27 નવેમ્બર સુધીનો સમય અપાયો છે, જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે આ યોજના સમાધાનનો 'આધાર' બની શકે છે.
શનિવારે જ્યારે ટ્રમ્પને પુછાયું કે શું હાલનો ડ્રાફ્ટ યુક્રેન માટે અંતિમ પ્રસ્તાવ છે, તો વ્હાઇટ હાઉસમાં પત્રકારોને તેમણે કહ્યું, "ના, એ મારો અંતિમ પ્રસ્તાવ નથી."
તેમણે આગળ કહ્યું, "કોઈને કોઈ રીતે અમારે આ યુદ્ધ સમાપ્ત કરવું છે. તેથી તેના પર કામ કરી રહ્યા છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન