ગુજરાતના આ જિલ્લાઓમાં ફરીથી વધી શકે છે વરસાદનું પ્રમાણ, કેટલા દિવસ ભારે વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાતના આ જિલ્લાઓમાં ફરીથી વધી શકે છે વરસાદનું પ્રમાણ, કેટલા દિવસ ભારે વરસાદ?
ગુજરાતના આ જિલ્લાઓમાં ફરીથી વધી શકે છે વરસાદનું પ્રમાણ, કેટલા દિવસ ભારે વરસાદ?
પ્રકાશિત

ગુજરાતમાં વરસાદનું જોર ધીમું પડ્યા બાદ ફરીથી કેટલાક જિલ્લાઓમાં વરસાદ વધવાની શક્યતા દેખાઈ રહી છે, આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો હતો અને કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. જે બાદ હવે વરસાદને વિરામ લીધો છે.

તાજેતરમાં જ રાજસ્થાન પર પહોંચેલી એક મજબૂત સિસ્ટમની અસર પણ ગુજરાત પર થઈ હતી અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં હાલ સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે.

હાલ રાજ્યની આસપાસ કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે અને મૉન્સૂન ટ્રફ ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે જેથી ઉત્તર ભારતનાં રાજ્યોમાં હવે વરસાદમાં વધારો થશે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને કર્ણાટક સુધી જે ઑફ શૉર ટ્રફ રેખા બની હતી તે પણ હવે નબળી પડી છે અને તેના કારણે પણ છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના વરસાદમાં ઘટાડો થયો છે.

બંગાળની ખાડીની સિસ્ટમ રાજસ્થાન પરથી આગળ વધીને હવે પાકિસ્તાન પર પહોંચી ગઈ છે અને તે નબળી પડીને વેલ માર્ક્ડ લૉ પ્રેશર એરિયા બની ગયો છે.

જેના કારણે ગુજરાતમાં પડી રહેલા વરસાદમાં હવે ફેરફાર થશે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે તો કેટલાક વિસ્તારોમાં હવે વરસાદના પ્રમાણમાં ખૂબ ઘટાડો થશે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડ્યો છે. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે દીપક ચુડાસમા...

ઍડિટ - સુમિત વૈદ

ગુજરાત હવામાન, ચોમાસું