ગાઝામાં બ્રેડનો એક ટુકડો મેળવવા લોકો કેવો સંઘર્ષ કરવા મજબૂર થયા?

ગાઝામાં બ્રેડનો એક ટુકડો મેળવવા લોકો કેવો સંઘર્ષ કરવા મજબૂર થયા?
પ્રકાશિત

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે ચેતવણી આપી છે કે ગાઝામાં 10 લાખથી વધુ લોકો ભૂખ્યા રહે છે કારણ કે ખોરાક અને પાણીનો પુરવઠો પૂરો થઈ રહ્યો છે.

સ્થાનિક અહેવાલો કહે છે કે ઇઝરાઇલી હવાઈ હુમલાઓએ ગાઝા પટ્ટીમાં બેકરીઓનો નાશ કર્યો છે અને જે બાકી છે તેમાંથી ઘણી બળતણ અને લોટના અભાવને કારણે કામ નથી કરી શકતી.

બીબીસી અરેબિકના અદનાન અલ-બર્શે દક્ષિણ ગાઝાના ખાન યુનિસની એક બેકરીની મુલાકાત લીધી, જે બ્રેડના અતિ મહત્ત્વના પુરવઠાની ભારે માગને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહી છે.

ગાઝામાં જીવનને ટકાવી રાખવા માટે લોકો ખોરાક-પાણી મેળવવા કેવો સંઘર્ષ કરી રહ્યા છે તે આ સમયે સામે આવ્યું હતું. ભય છે કે અહીં ખોરાક-પાણીની અછતને કારણે અનેક લોકોને જીવનું જોખમ છે.