બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે મજબૂત, ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી?
બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની હતી, તેની તારીખમાં ફેરફાર થયો છે. જેના કારણે ગુજરાતમાં વરસાદની આગાહીમાં પણ કેટલોક ફેરફાર થયો છે.
નોંધનીય છે કે અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમ હાલ લક્ષદ્વીપ અને આસપાસની જગ્યાએ હજુ પણ સ્થિર છે.
હવે એ સિસ્ટમ વધુ ઉપર નથી આવવાની, પરંતુ આ સિસ્ટમ હવે વધુ મજબૂત બનીને વેલ માર્ક્ડ લૉ પ્રેશર એરિયા બની ગઈ છે. એ બાદ આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે અને એ બાદ એ આગળ વધશે.
આ સિસ્ટમ જેવી આગળ વધશે, તેની સાથે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે. અગાઉ આ આ સિસ્ટમ આગામી 24 તારીખની આસપાસ લૉ પ્રેશર એરિયામાં ફેરવાય તેવી આશંકા હતી. પરંતુ હવે આ સિસ્ટમ 21 ઑક્ટોબરે લૉ પ્રેશર એરિયા બની જશે.
લૉ પ્રેશર એરિયા બન્યા પછી આ સિસ્ટમ પશ્ચિમઉત્તર દિશામાં આગળ વધશે.
એટલે કે આ સિસ્ટમાં ભારતના દરિયાકાંઠા તરફ, તામિલનાડુ તરફ આગળ વધશે.
આનો અર્થ એ થયો કે એ સિસ્ટમ આગળ વધશે. આગામી બે-ત્રણ દિવસ સુધી એ દરિયામાં જ રહી આગળ વધે એવી શક્યતા છે.
દરિયામાં આગળ વધતાં વધતાં એ સિસ્ટમ પણ મજબૂત બનશે. મજબૂત બન્યા પછી એ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે.
તેનો અર્થ એ છે કે આ સિસ્ટમ ડિપ્રેશન બન્યા બાદ દરિયાકાંઠો પાર કરીને વધુ અંદર આવે તેવી શક્યતા છે.
આ સિસ્ટમ કઈ તરફ આગળ વધશે એ અંગે હવામાન મૉડલો હજુ સુધી એકમત નથી દેખાઈ રહ્યાં.
દક્ષિણ ગુજરાતમાં હાલમાં જે છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, એવો જ વરસાદ આગામી 24 ઑક્ટોબર સુધી પડવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં આ જ પ્રકારનો છૂટોછવાયો વરસાદ સતત પડવાની સંભાવના છે.
સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. જોકે, આવનારા ચાર-પાંચ દિવસમાં હવામાન પલટાય તેવી શક્યતા છે.
આ સિવાય અરબી સમુદ્રમાંની સિસ્ટમ પણ હવે મજબૂત બનવાની છે, તેની કેવી અસર પડશે?
આ તમામ સવાલોના જવાબ આજે બીબીસી ગુજરાતીની સ્પેશિયલ હવામાન સંબંધિત રજૂઆતમાં જાણીશું.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



