You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભરતીની માગ સાથે ગાંધીનગર વિરોધ પ્રદર્શન કરતા શિક્ષકોને પોલીસ કેમ ઢસડીને લઈ ગઈ?
આ દૃશ્યો ગાંધીનગરનાં છે, જ્યાં મંગળવારે સરકારી સ્કૂલોમાં શિક્ષક તરીકેની નોકરીની કાયમી ભરતી જાહેર થાય તેવી માગણી સાથે ટેટ અને ટાટના ઉમેદવારો પ્રદર્શન કરી રહ્યા હતા.
ગુજરાત વિધાનસભામાં ગયા વર્ષે રજૂ કરાયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 906 શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષક સાથે ચાલે છે.
ઉમેદવારોની માગ છે કે રાજ્યની સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવામાં આવે.
આ પહેલાં પણ ભરતીની માગ સાથે તેમણે સરકારને અવારનવાર રજૂઆતો કરી જ છે.
ગુજરાતમાં ડિસેમ્બર 2022 સુધીના આંકડા પ્રમાણે 32,000 જેટલા શિક્ષકોની ઘટ છે.
તેમાંથી ગ્રાન્ટેડ શાળાઓને બાદ કરતા માત્ર સરકારી શાળાઓમાં જ 20,000 શિક્ષકો ઓછા છે.
તેમણે ખાલી જગ્યા હોવા છતાં સરકાર તેમને નોકરી ન આપતી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો.
આ વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોને પોલીસે ઢસડીને દૂર કર્યા હતા.
જુઓ વીડિયોમાં નારાજ અને નિરાશ થયેલા ઉમેદવારોએ શું કહ્યું?